ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લાખોટા તળાવનું તાપમાન 34.9, અન્ય ચતુર્દિશા 36.2થી 37 ડીગ્રી સુધી ધગધગે છે !

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાખોટા લેક : 3.35 કલાક - Divya Bhaskar
લાખોટા લેક : 3.35 કલાક
  • જામનગરના મધ્યભાગમાં આંશિક શિતળતા, ભાગોળે આવેલા અન્ય વિસ્તારોમાં આકરો તાપ

જામનગર શહેર છેલ્લા અઢી દાયકાથી ઔઘોગિક ક્ષેત્રે હરણફાળ ભરીને વૈશ્વિકસ્તરે છવાયુ છે ત્યારે ગ્લોબલ વોર્મિગ જેવી અસરો હવે નાના શહેરો સુધી પણ પહોચી રહી હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. જામનગર શહેરના મધ્યભાગના વિસ્તારમાં અન્ય સીમાડાના ભાગોળે આવેલા વિસ્તારોની સરખામણીએ સુર્યના પ્રકોપથી આંશિક રાહત શહેરીજનો અનુભવતા હોવાનુ સામે આવ્યુ છે.

ભાસ્કર ટીમે શુક્રવારે બપોરે શહેરની ચારેય દિશાઓને સાંકળી લઇ તાપમાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં લાખોટા તળાવની સરખામણીએ સુભાષબ્રિજ, દિગ્જામ સર્કલ અને પવનચકકી(રણજીતસાગર રોડ) વિસ્તારના તાપમાન બે ડિગ્રી જેટલુ વધુ નોંધાયુ હોવાનુ જોવા મળ્યુ હતુ.ભાસ્કર ટીમ દ્વારા ટેમ્પરેચર મશીન વડે જુદા જુદા ચાર વિસ્તારોના તાપમાન મુદદે તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

લાખોટા લેક : 3.35 કલાક
શહેરના લાખોટા લેકના પાછલા તળાવ પાસે માપક યંત્રમાં 34.9 ડિગ્રી તાપમાન દર્શાવાયેલુ જોવા મળ્યુ હતું.

સુભાષબ્રિજ : 3.43 કલાક
જામનગર-રાજકોટ રોડ પર સુભાષ બ્રિજ પર મશીનમાં પારો 36.2 ડિગ્રી પર સ્થિર થયેલો જોવા મળ્યો હતો.

દિગ્જામ સર્કલ : 3.57 કલાક
જામનગર-ખંભાળિયા રોડ પર દિગ્જામ સર્કલ વિસ્તારમાં ટેમ્પરેચર મશીનમાં પારો 36.3 ડિગ્રી જેટલો નોંધાયો હતો.

પવનચક્કી : 4.07 કલાક
લાલપુર બાયપાસ તરફ જતા પવનચકકી-રણજીતસાગર રોડ પર યાંત્રિક મશીનમાં તાપમાન 37 ડિગ્રી જેટલુ રહયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...