જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં 7 જગ્યાએ તિરંગા વેચાણ સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા હતા, જેમાં લાખોટા તળાવ ગેટ નંબર 1 પાસેના તિરંગા વેચાણ સ્ટોલનું મેયર બીનાબેન કોઠારીના હસ્તે વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા તિરંગા વેચાણ સ્ટોર ખુલ્લા મૂકવામાં આવ્યા છે
જેમાં કિં. રૂ.35ના દરે 1 રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે દરેક વિસ્તારમાં શહેરીજનોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તેવા આશય સાથે જામનગરના અન્ય સ્થળો પર તિરંગા વેચાણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક, ડી.કે.વી. સર્કલ, પ્લોટ, ચાંદી બજાર ,હવાઈ ચોક, પંપહાઉસ લાલપુર રોડ, સમર્પણ સર્કલ ખંભાળિયા બાયપાસ ખાતેથી શહેરની સંસ્થાઓ, મંડળો, શાળાઓ આ રાષ્ટ્રધ્વજ વિતરણ કેન્દ્ર પરથી તિરંગાની ખરીદી કરી શકશે .
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી કમિશનર વિજય કુમાર ખરાડી, આસિ. કમિશનર બી. જે. પંડ્યા, ડે. મેયર તપનભાઈ પરમાર શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મનપાએ આ વેચાણ સ્ટોલ ખોલ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.