રઝળતા ઢોરનો ત્રાસ:લાખાબાવળ : રઝળતા ધણખુંટના કારણે બાઈકસવાર દંપતી ઘવાયું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્કાથી જામનગર આવતું દંપતી ઘાયલ થઈ હોસ્પિટલ પહોંચ્યું

જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ પછી જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર પણ એક આવો જ અકસ્માતનો બનાવ બન્યો છે અને સિક્કાથી જામનગર તરફ આવી રહેલા બાઇક સવાર દંપત્તિને લાખાબાવળ નજીક ખૂંટીયો આડો ઉતરતાં અકસ્માત નડ્યો હતો અને દંપત્તિ ઘાયલ થયું છે. જે હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે સાંજે સાતેક વાગ્યાના અરસામાં રસ્તે રઝળતા ખૂંટીયાના કારણે અકસ્માત સર્જાયો હતો.

સિક્કાથી જામનગર બાઈક પર આવવા માટે નીકળેલા હારુનભાઈ ઇસ્માઇલભાઈ માણેક (ઉ.વ.40) અને તેમના પત્ની સાબીરાબેન હારુનભાઈ માણેક (38), કે જે બંને ને લાખાબાવળ પાસે એક ખૂંટિયો આડો ઉતરતાં બાઈક ફંગોળાયું હતું, અને દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ થયું હતું.

જે બંનેને લોહી નીતરતી હાલતમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...