સમસ્યા:આરામ અને પોષણનો અભાવ સગર્ભાઓને વહેલી પ્રસુતિનું કારણ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં વર્ષ 2020-21 ની સરખામણીએ વર્ષ 2021-22 માં આઠ મહિનામાં સગર્ભાને વહેલી પ્રસુતિના 262 કેસ વધુ નોંધાયા
  • વર્ષ 2021-22ના 8 મહિનામાં​​​​​​​ વહેલી પ્રસુતિના 262 વધુ કેસ નોંધાયા

જામનગરની જી.જી.હોસ્પિટલમાં વર્ષ 2020-21 ના 8 મહિના એટલે કે એપ્રિલથી નવેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2021-22 માં આ સમયગાળામાં સગર્ભાઓની સમય કરતા વહેલી પ્રસુતિના 262 કેસ વધુ નોંધાયા છે. જી.જી હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગના એચઓડીના જણાવ્યા મુજબ સમય કરતાં વહેલી પ્રસૂતિ થવાનું કોઈ એક ચોક્કસ કારણ હોતું નથી.

ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં કોઈપણ જાતનો ચેપ લાગવો, માતામાં પોષક તત્વની ખામી, ગર્ભાશયને લગતી સમસ્યા, બીજી કોઈ બીમારી સહિતના અનેક કારણ હોય છે. પરંતુ નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવતી સગર્ભાબહેનોમાં આરામનો અભાવ, વજન ઉપાડવું, પોષણયુક્ત ખોરાકનો અભાવના કારણે સમય કરતા વહેલી પ્રસુતિ થતી જોવા મળે છે.

સગર્ભાની વહેલી પ્રસૂતિ થવાનું કોઈ એક ચોક્કસ કારણ હોતું નથી : તબીબ
સામાન્ય રીતે 40 અઠવાડિયાંમાં પ્રસૂતિ થાય છે.જો 28 અઠવાડિયા પછી અને 37 અઠવાડિયાં પહેલાં પ્રસૂતિ થાય તો તેને સમય કરતાં વહેલી પ્રસૂતિ થઈ તેમ કહેવાય. આમ તો વહેલી પ્રસૂતિ થવાના કોઇ ચોક્કસ કારણ હોતા નથી. મહિલાના શરીરમાં કોઈ પણ પ્રકારનો ચેપ લાગવો, સામાન્ય તાવ આવવો, દાંતમાં કોઈપણ જાતની સમસ્યાઓ, ગર્ભાશયમાં કોઈ સમસ્યા કે બીમારી હોવી, મલેરીયા ટાઇફોઇડ અને તાજેતરમાં ચાલી રહેલી મહામારી કોરોના જેવી બીમારી સહિતના અનેક કારણો હોય છે.

આ ઉપરાંત સગર્ભા બહેનો દ્વારા કોઇપણ સામાન્ય બાબતને ગંભીરતાથી ન લે અને તેની યોગ્ય સમયે સારવાર ન કરે તો પણ વ્હેલી પ્રસુતિ થવાની શકયતા રહે છે, આ ઉપરાંત પોષણયુક્ત ખોરાક લેવો, આરામ કરવો પોતાની સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રાખવું અને સમયાંતરે ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું અનિવાર્ય છે. > ડોક્ટર નલિની આનંદ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

સગર્ભાઓએ આ બાબતો ધ્યાનમાં રાખવી

  • સગર્ભાને કોઈ પણ નાની મોટી તકલીફ થાય તો તેને હળવાશથી લેવી નહીં
  • જો કોઈ સમસ્યા છે તો તેની સારવાર બીજા કોઈ ડોક્ટર પાસે લઈ રહ્યા છે તો પોતે સગર્ભા છે તેની જાણ કરવી
  • સગર્ભા કોઈ બીજા ડોક્ટરને ની દવા લઈ રહી છે તો તેની જાણ પોતના ગાયનેક ડોક્ટરને કરવી
  • પૂરતો આરામ કરવો
  • પોષક યુક્ત આહાર લેવો
  • વજનના ઉપાડવો
અન્ય સમાચારો પણ છે...