તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિકીકરણ:કુરંગા સરકારી પ્રાથમિક શાળા કેમેરા,ગાર્ડન, ફિલ્ટર સહિતની સુવિધાથી સજ્જ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સુવિધા સરકારી શાળામાં ઉપલબ્ધ, 183 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે

ટેકનોલોજી અને આધુનિક યુગમાં વાલીઓ દેખાદેખીની દુનિયામાં જીવતા હોય તેમ બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા આગ્રહ રાખતા હોય છે.વાલીઓનાં મનમાં સરકારી શાળામાં સુવિધા ન હોવાની એક લઘુતાગ્રંથી બંધાઇ ગઇ છે.પરંતુ વાલીઓની આ ધારણાને પણ ખોટી પાડે તેવી દ્વારકાની કુરંગા સરકારી પ્રાથમિક શાળા છે.કુરંગા પ્રાથમિક શાળામાં ગામના 183 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.શાળામાં સીસીટીવી કેમેરા,ગાર્ડન તેમજ આરઓ ફિલ્ટર પ્લાન્ટ વગેરે જેવી ભૌતિક સુવિધાથી આ શાળા સજ્જ છે.

દ્વારકાના કુરંગા સરકારી પ્રાથમિક શાળા ૪૦ લાખના ખર્ચે સંપૂર્ણ સુવિધાથી સજજ શાળા બિલ્ડીંગનું ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ શાળાના આચાર્ય તન્વીબેન કાસુન્દ્રાએ પોતાની આગવી સુજથી તમામ બિલ્ડીગમાં ચિત્રકામ કરાવી બાળકો રમતા રમતા પણ શિક્ષણ મેળવી શકે અને બાળકોનો પાયો વધુ મજબુત થાય તેવા પ્રયત્નો કર્યા છે. દરેક ધડી કંઇક કરી છુટવાની નેમ સાથે તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકોના ભાવિ અને સુખાકારી માટે ચોકકસ દિશામાં નક્કર કામગીરી કરી રહ્યા છે.

ખાનગી શાળાને ટકકર આપે એવી કુરંગા પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓમાં ૧ થી ૮ ધોરણમાં ૧૮૩ બાળકો શાળામાં અભ્યાસ કરી રહયા છે. ૧૬ સી.સી.ટી.વી. કેમેરા આખી સ્કુલમાં લાગેલા છે.આર.ઓ. ફિલ્ટર પાણીની સુવિધા, મધ્યાન ભોજન રૂમ, બાળકો સૌથી પહેલા બાળક શાળાએ આવે ત્યારે શાળાનો ગેઇટ સુંદર ચિત્રથી બનાવેલ છે. ગ્રાઉન્ડમાં ગાર્ડન બનાવી તેમાં લોન નાખવામાં આવી છે. શાળાની ફરતે જે દિવાલ આવેલી તેમાં ટ્રેન દોરી તેમાં એ.બી.સી.ડી. લખેલ છે, જેમાંથી બાળકો રમતા રમતા અંગ્રેજી સીખી શકે. બિલ્ડીંગમાં દિવાલ આવેલ તેમાં જુદા-જુદા પ્રકારના ભિત ચિત્રો દોરેલા છે અને પગઠીયા પર ચિત્રો દોરેલા છે.

રૂમની અંદર પણ અલગ-અલગ ચિત્રો દોરેલા છે.બાળકોને ઘર મુકીને શાળાએ આવવાનું મન થાઇ તેવી સંપૂણ સુવિધાથી ભરપુર કુરંગા પ્રાથમિક શાળા છે. ૧૮૦૦ જેવી વસ્તી ધરાવતું કુરંગા ગામના ૧૮૩ બાળકો આજે આર્ચાય તન્વીબેન કાસુન્દ્રાની નજર નિચે અભ્યાસ કરી રહયા છે.

સમય હોય કે મુડી બાળકોમાં રોકાણ કરવા જેવુ શ્રેષ્ઠ રોકાણ બીજુ કોઇ નથી
બાળકોને પ્રાથમિક ધોરણથી પ્રાથમિક જ્ઞાન મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.બાળકને શાળા છોડી ઘરે જવાનું મન ન થાય તેવી ઘરથી પણ બેહતર શાળા બનાવી છે.બાળકોમાં રોકાણ કરવા જેવું શ્રેષ્ઠ રોકાણ બીજુ કોઇ નથી.> તન્વીબેન કાસુન્દ્વા, આચાર્ય

આ સરકારી શાળાએ તો લોકડાઉનમાં ઓનલાઇન શિક્ષણ પણ શરૂ કર્યું
કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે.કુરંગા ગામ મહિલા સશકતિકરણનું પણ ઉદાહરણ પૂરુ પાડે છે. ગામના સરપંચ સીતાબેન માણેક, શાળાના આર્ચાય તન્વીબેન કાસુન્દ્રા મહિલા અને એસ.એમ.સી.ના તમામ સભ્યો પણ મહિલાઓ જ છે.

અન્ય સમાચારો પણ છે...