તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘકૃપા:કૃષ્ણનગરીને મેઘરાજાએ બીજા દિવસે પણ હેતથી ભીંજવી, દોઢ ઈંચ ખાબક્યો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા - Divya Bhaskar
દ્વારકા
  • દેવભૂમિ પંથકમાં મેઘાડંબર વચ્ચે સતત ત્રીજા દિવસે હળવો વરસાદ
  • ભાણવડમાં પોણો, ખંભાળિયામાં અડધો ઈંચ, જામનગર સહિત અન્યત્ર ઝાપટા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેધરાજાએ મુકામ કર્યો હતો જેમાં દ્વારકામાં વધુ દોઢ ઇંચ પાણી વરસ્યુ હતુ.જયારે ભાણવડમાં પોણો અને ખંભાળિયામાં અડધો ઇંચ સાથે અન્યત્ર હળવા ઝાપટા પડયા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત બુધવારે વહેલી સવારે મેધરાજાએ પધરામણી કરતા સાર્વત્રિક હળવો ભારે વરસાદ વરસ્યો છે જેમાં દેવભૂમિ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન રહેતા અડધાથી સવા ઇંચ પાણી વરસ્યુ હતુ.યાત્રાધામ દ્વારકામાં સવારે મંડાયેલા મેઘરાજાએ બપોર સુધીમાં સવા ઇંચથી વધુ પાણી વરસાવી દેતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.

જયારે ભાણવડમાં પણ દિવસ દરમિયાન વરસેલા હળવા વરસાદે સાંજ સુધીમાં 20 મીમી પાણી વરસાવી દિઘુ હતુ.ગ્રામ્ય પંથકમાં પણ હળવા વરસાદના વાવડ મળ્યા છે.ખંભાળિયામાં શુક્રવારે ફરી મેઘરાજાએ હળવુ હેત વરસાવતા સાંજ સુધીમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે જામનગર શહેરમાં હળવા ઝાપટાઓએ સમયાંતરે માર્ગો ભીંના કર્યા હતા.લાલપુરમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડયા હતા.

જામનગર ગ્રામ્યમાં અડધાથી પોણો ઇંચ
જામનગર જિલ્લામાં ગુરૂવારે મંડાયેલા મેઘરાજાએ ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ વરસાવ્યો હતો જેમાં પીપરટોડા, લૈયારા અને મોટા પાંચ દેવડામાં વધુ 20-20 મીમી,વાંસજાળીયામાં 18 મીમી, બાલંભા અને પીઠડમાં 15 મીમી સહિત અન્ય સ્થળોએ અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...