મહા અભિયાન:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ધ્રોલ તાલુકાના કાતડા ગામે પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જીવનમાં વૃક્ષોનું મહત્વ વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું
  • 150 વૃક્ષોનું વાવેતર, 1000 રોપાનું વિતરણ તથા 125 ન્યુટ્રી-કીટનું વિતરણ કરાયું

જામનગરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી તેમજ ઈન્ડીયન ફાર્મર્સ એન્ડ ફર્ટીલાઈઝર કંપની લીમીટેડ(IFFCO)ના સંયુક્ત ઉપક્રમે ધ્રોલ તાલુકાના કાતડા ગામે ગઈ કાલે શુક્રવારે આંતર પોષક અનાજ વર્ષ 2023ના પરિપ્રેક્ષમાં પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલ્હીથી પ્રસારીત કરવામાં આવેલા ભારત સરકારના કાર્યક્રમ અંતગર્ત વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત-ભાઈ-બહેનોને અભિવાદન પાઠવ્યા હતા અને દેશમાં પોષણ અભિયાન તેમજ જીવનમાં વૃક્ષોનું મહત્વ વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.

સારું પોષણ અને પૌષ્ટિક ધાન્યોનું સ્વાસ્થ્યમાં મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં 33 જેટલી મહિલા ખેડૂત અને 88 જેટલા પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ ઉજવણી દરમિયાન આજના યુગમાં વૃક્ષોનું મહત્વ, તેમનું જતન અને હાલની પરિસ્થિતિમાં ખેતી માટે લેવાના પગલાઓ વિષય પર કેવીકેના વડા ડો. કે.પી.બારૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સારું પોષણ અને પૌષ્ટિક ધાન્યોનું સ્વાસ્થ્યમાં મહત્વ વિષય કેવીકેના વૈજ્ઞાનિક અંજનાબેન બારિયાએ માર્ગદર્શન આપ્યું હતું.

ઈફ્કોના ફિલ્ડ ઓફિસર બળદેવ સમાંત દ્વારા નેનો ફર્ટીલાઈઝર વિષે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ 150 જેટલા વૃક્ષોનું વાવેતર, 1000 જેટલા રોપાનું વિતરણ તથા 125 ન્યુટ્રી-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાતડા ગામના સરપંચ ચમન અકબરી તેમજ ગામના આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...