હુમલો:જામનગરમાં તકરારનો ખાર રાખી વેપારી પર છરી વડે હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટ કેસ પાછો ખેંચવા માટે ફરીથી દુકાનમાં ઘુસી આવી પોત પ્રકોશ્યું

જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી વેપારીની દુકાનમાં ઘુસી જઇ લુખ્ખા તત્વએ આતંક મચાવ્યો હતો, અને વેપારી યુવાન પર છરી વડે હુમલો કરી દેતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. અગાઉ વેપારી સાથે થયેલી તકરારની ફરિયાદ પાછી ખેંચવાના મામલે લુખા તત્વ એ ફરીથી પોત પ્રકાશયું હતું.

જેને પોલીસ શોધી રહી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં હિંમતનગર શેરી નં.2માં રહેતા અને શાક માર્કેટ વિસ્તારમાં ગીતા ફ્રુટ નામની દુકાન ચલાવતા રાજપાલભાઈ ચંદીરામભાઈ બાલચંદાણી નામના 60 વર્ષના વેપારીએ પોતાના ઉપર છરી વડે હુમલો કરી દુકાનમાં હંગામો મચાવવા અંગે વકાર હુસેન ઉર્ફે શાહુ હનીફભાઈ ઉર્ફે ચુહો નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાની દુકાને બેઠા હતા, જે દરમિયાન આરોપી દુકાનમાં ધસી આવ્યો હતો, અને છરી કાઢીને વેપારીના બાવડામાં હુમલો કરી દીધો હતો.

જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, અને પ્રાથમિક સારવાર અપાઈ હતી. જે સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને આરોપી વકાર હુસેન સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વેપારીને આરોપી સાથે અગાઉ ઝગડો થયો હતો અને તેણે અગાઉ પણ દુકાનમાં આવીને હંગામો મચાવ્યો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. ઉપરોક્ત કે પરત ખેંચવા બાબતે તકરાર કરી હતી. આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...