એ.... કાઈપો છે... લપેટ... લપેટ:ડિજેના તાલે પતંગરસીકોએ ધૂમ મચાવી, રંગબેરંગી પતંગોથી રંગાયુ આકાશ, સામાન્ય નાગરીકોની સાથે સાથે રાજનેતાઓ અને કલાકારોએ પણ પતંગ ચગાવ્યો, જૂઓ તસવીરો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો સવારથી જ પતંગ ચગાવવા માટે ધાબા પર ચડી ગયા હતા અને ડિજેના તાલે પતંગરસીકો ઝુમી ઉઠ્યા હતા. રંગબેરંગી પતંગોથી આકાશ રંગાઈ ગયું હતું. ઠેર-ઠેર 'કાઈપો છે'ની બૂમાબૂમ સંભળાઈ રહી હતી. સામાન્ય નાગરીકોની સાથે સાથે રાજકારણીઓ પણ પતંગ ઉડાડતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી હતી. આ ઉપરાંત કિર્તિદાન ગઢવી ગીતા રબારી, કિંજલ દવે સહિતના કલાકારો પણ પતંગ અઉડાડતા જોવા મળ્યાં હતા. ત્યારે પતંગત્સવ જુઓ તસવીરોમાં...

'ફોન ફ્રી ઝોન ટેરેસ' જાહેર કરી NRI પરિવારે પતંગ ઉડાડ્યા
'ફોન ફ્રી ઝોન ટેરેસ' જાહેર કરી NRI પરિવારે પતંગ ઉડાડ્યા
રાજકોટમાં ડિજેના તાલે ઝૂમ્યા પતંગરસીકો
રાજકોટમાં ડિજેના તાલે ઝૂમ્યા પતંગરસીકો
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહે અમદાવાદમાં પતંગ ચગાવી.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહે અમદાવાદમાં પતંગ ચગાવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં પતંગ ચગાવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં પતંગ ચગાવી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી.
વિદેશવસતા નાગરિકો પણ પરિવાર સાથે વતનમાં આવી પતંગ ચગાવી
વિદેશવસતા નાગરિકો પણ પરિવાર સાથે વતનમાં આવી પતંગ ચગાવી
ફિલ્મ કલાકાર ધર્મશ વ્યાસે સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી.
ફિલ્મ કલાકાર ધર્મશ વ્યાસે સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી.
લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પત્ની સાથે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉજવણી કરી.
લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પત્ની સાથે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉજવણી કરી.
નાના બાળકોએ પણ પતંગ ઉડાડવાની મજા માણી.
નાના બાળકોએ પણ પતંગ ઉડાડવાની મજા માણી.
ગ્રામ્ય વિસ્તારમાં પણ બાળકોએ પતંગ ચગાવ્યો
ગ્રામ્ય વિસ્તારમાં પણ બાળકોએ પતંગ ચગાવ્યો
ધાબા પર વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા પહોંચી ગયા હતા.
ધાબા પર વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા પહોંચી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...