અપહરણકર્તા ઝડપાયો:અપહરણકર્તા ઝડપાયોદરેડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબી પરિક્ષણમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું
  • પોલીસે દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી

જામનગરના દરેડમાંથી દોઢેક માસ પહેલા સગીરાનું અપહરણ કરનારા શખ્સને રાજસ્થાનથી પોલીસે ઝડપી લીધો છે. શખ્સ સામે દુષ્કર્મની કલમનો ઉમેરો કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતાં એક શ્રમિક પરિવારની 15 વર્ષની સગીરાનું દોઢેક માસ પહેલા અપહરણ થયું હતું. જેને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેનું અપહરણ તેના જ વિસ્તારમાં રહેતા એક શખ્સે કર્યુ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

ફરિયાદના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને રાજસ્થાનથી સગીરા સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. તેમજ શખ્સને જામનગર લાવવવામાં આવ્યો હતો. જ્યારે સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી દીધી હતી. તબીબી પરિક્ષણમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે તે શખ્સ સામે દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમો ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...