કાર્યક્રમ:ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલમાં ખાતમૂહુર્ત -લોકાર્પણ અને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં સુશાસન સપ્તાહના અંતિમ દિવસે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
  • લાભાર્થી સરપંચઓને સમરસ યોજનાના ચેક વિતરણ, PMAY યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ર્ડો.નિમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલમાં ખાતમૂર્હત-લોકાર્પણ અને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગુ.રા.વિ.સ.અધ્યક્ષા ર્ડો.નિમાબેન આચાર્યએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સુનવાઈ અને સુલભતાનો સંગમ એટલે સુશાસન. લોકોના પ્રશ્નોને અધિકારીઓ સાંભળે અને તેમની મુશ્કેલીઓનો ઝ઼ડપથી ઉકેલ લાવે તેમજ સરકારી યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળી રહે તેવી વ્યવસ્થા થકી લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ.અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે જન કલ્યાણ અર્થે આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિવરાજપુર અને બેટ દ્વારકા જેવા સ્થળો પણ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યા છે. રાજ્ય સરકારના વિકાસલક્ષી નિર્ણયો અને કાર્યોના પરિણામે રાજ્યનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, લોકોને સરળતાથી સુવિધાઓ મળી રહે તે માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામસભા, ઈ-ગ્રામ સેન્ટર, ઓનલાઈન કાર્યો, ડીજીટલ ગ્રામ પંચાયતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે તેમ જણાણી ર્ડો.નિમાબેન આચાર્યએ સરપંચોને તેમના ગામમાં વિકાસના કાર્યો કરવા માટે ગ્રામ્યકક્ષાએ સુશાસનની સ્થાપના કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ કોરોનાકાળ દરમિયાન જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી અને વર્તમાન સમયે જિલ્લામાં ઉપલબ્ધ મેડીકલ સુવિધા અંગે વિગતે માહિતી આપતા લોકોને પોતોના બાળકોના ટીકાકરણ માટે રજીસ્ટ્રેશન કરાવવા અને રસીકરણ કરાવી સમાજને સુરક્ષિત બનાવવા માટે અપીલ પણ કરી હતી. દેવભૂમિ દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા ગુ.રા.વિ.સ.અધ્યક્ષા ર્ડો.નિમાબેન આચાર્યનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પી.એમ.એ.વાય.લોકાર્પણ ચાવી અને ખાતમૂર્હત (ચેક) તથા સમરસ ગ્રામ પંચાયત સરપંચઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણઝારીયા, ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યઓ, વી.ડી.મોરી, હિતેષભાઈ પીંડારીયા, કિરીટભાઈ ખેંતિયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...