તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જામનગરમાં પ્રેમસંબંધનો ખાર રાખી યુવતિ પર હુમલો

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ

જામનગરના શંકર ટેકરી નજીક સુભાષ પરા વિસ્તારમાં રહેતી એક યુવતિ પર લાકડાના ઘોકા અને મુંઠથી હુમલો કરી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ બે મહીલા સહિત ચાર સામે નોંધાઇ છે.ભોગગ્રસ્ત અને આરોપીના સંબંધી વચ્ચે પ્રેમ સંબંધ હોય જે પસંદ ન પડતા ખાર રાખી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરી નજીક સુભાષ પરા વિસ્તારમાં રહેતા સત્યાવીશ વર્ષીય યુવતિએ પોતાના પર લાકડાના ઘોકા અને મુંઠથી હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરવા અંગે સીટી સી પોલીસ મથકમાં કિશન અરવિંદભાઇ નાખવા, પુજાબેન કિશનભાઇ નાખવા, સુરેશ કનખરા અને માયાબેન સુરેશભાઇ કનખરા સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત અને આરોપીના સંબંધી હિરેન નાખવા વચ્ચે પ્રેમસંબંધ હોય અને લગ્ન કરવા માંગતા હોય પરંતુ આરોપીઓને આ સંબંધ પસંદ ન હોય જે બાબતનો ખાર રાખી એકસંપ કરી આ હુમલો કર્યો હોવાનુ પોલીસ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો