ફરિયાદ:જામનગરમાં ધિરાણ માફીની અરજીનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢીંકાપાટુનો માર મારી છરી બતાવી ધમકીની બે સામે ફરિયાદ

જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં એક પ્રૌઢને બે શખસોએ ઢીંકાપાટુનો માર મારી છરી બતાવી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. ભોગગ્રસ્તે ઘિરાણ માફી અંગે જે તે વખતે અરજી કરી હોય જેનો ખાર રાખી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.

શહેરના કૃષ્ણનગર શેરી નં. 6માં રોઝી પેટ્રોલ પંપ પાસે રહેતા દેવીદાનભાઇ ગોપાલભાઇ કારાણી નામના પ્રૌઢે પોતાને ઢીંકાપાટુનો માર મારી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાનીધ મકી આપવા અંગે સીટી સી પોલીસ મથકમાં પ્રતાપ રાણશીભાઇ ગઢવી (રે. ભાડથર) અને આસો સામે નોંધાવી છે.

ફરીયાદમાં જાહેર થયા અનુસાર ભોગગ્રસ્તના બે સંબંધી રાણાભાઇ અને કુંભાભાઇએ અગાઉ પ્રતાપભાઇની રીધ્ધી સિધ્ધી નામની ખેડુત ધિરાણ મંડળીમાંથી ઘિરાણ મેળ્વયુ હતુ.જે બાદ બંનેએ ઘિરાણ માફી માટે અરજી કરી હતી જે ધિરાણ માફ થયુ ન હોય જેથી ભોગ ગ્રસ્તે ધિરાણ માફી અંગે મુખ્યમંત્રીમાં જે તે વખતે અરજી કરી હતી જેનો ખાર રાખી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...