જીવતર ટુંકાવ્યું:ખંભાળિયા - અકળ કારણોસર ફાંસો ખાઈ યુવકનો આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાલપુરના ભણગોરમાં ઝેરી દવા પી શ્રમિક યુવાને જીવતર ટુંકાવ્યું

લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી જીવન ટુ઼કાવી લીધુ હતુ.મૃતક નશાની ટેવ ધરાવતા હોય અને કોઇ કામધંધો ન મળતો હોવાથી આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર લાલપુર તાલુકાના ભણગોરમાં રહેતા અને ખેતમજુરી તથા ડ્રાઇવિંગ કરતા હસમુખભાઇ ખીમજીભાઇ મેરાણી (ઉ.વ. 32) નામના યુવાને ઝેરી દવા પી જીવાદોરી ટુંકાવી લીધી હતી.આ બનાવની જાણ થતા લાલપુર પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યુ હતુ.પોલીસે મૃતકના પરિજનનુ નિવેદન નોંધ્યુ હતુ.

જેમાં મૃતક નશાની ટેવવાળા હોય અને ખેતમજુરી તથા ડ્રાઇવિંગ કરતા હોય કોઇ કામધંધો હાલ મળતો ન હોવાથી લાગી આવતા પીધેલી હાલતમાં આ પગલુ ભરી લીધુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ લાલપુર પોલીસે હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં ખંભાળીયા તાલુકાના દખણાદાબારા ગામે રહેતા વિજયસિંહ ચનુભા વાળા કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે કુટુંબના સભ્યોની ગેરહાજરીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ સિદ્ધરાજસિંહ ચનુપા વાળાએ સલાયા પોલીસને કરી છે.આથી પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. જ્યારે નાના એવા ગામમાં પણ અરેરાટી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...