અનોખો વિરોધ:ખંભાળિયા વીજકચેરીને ખેડૂતોએ ઘેરી લીધી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેહના ખેડૂતોએ શરદ પૂર્ણિમાએ ઢોલ-શરણાઈ સાથે ગરબે ઘૂમી દર્શાવ્યો આક્રોશ
  • અપૂરતા વિજ પુરવઠાથી ઉભો પાક સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ, સમસ્યા હલ ન થાય તો આંદોલનની ચીમકી

ખંભાળિયા તાલુકાના બેહ ગામના ખેડૂતોએ દશેક દિવસથી કનડતી વિજ સમસ્યાથી ત્રસ્ત બની ખંભાળિયાની પીજીવીસીએલ કચેરીએ ઘેરાવ કરી ઢોલ અને શરણાઇ સાથે શરદ પૂર્ણિમા પર્વે ગરબે રમી અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા 66 કેવી હેઠળ આવતા બેહ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ખંભાળિયાની પીજીવીસીએલ કચેરી ખાતે પહોચી ઢોલ, શરણાઇ સાથે શરદ પૂર્ણિમાના દિવસે કચેરીના પટાંગણમાં ગરબે રમી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

અગ્રણી ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ મોલાતને પાણીની તાતી જરૂરિયાત હોય,ખેડૂતોના બોર કે કુવામાં પાણીના તળ ઊંચા હોવા છતાં વિજતંત્રની કથિત બેદરકારીના કારણે મોલાત સુકાઇ રહી હોવાનુ જણાવ્યુ હતુ. છેલ્લા 10 દિવસ જેટલા સમયથી સતત વીજ વિક્ષેપના કારણે ખેતરમાં પાણી પીવડાવવા માટે ઈલેક્ટ્રીક ઉપકરણો ચાલી શકતા ન હોય જેના કારણે મોલાત તો સુકાઈ રહી છે.

આ અંગે વડત્રા પીજીવીસીએલના અધિકારીઓ અને કમ્પ્લેન નંબર માં અવારનવાર ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા બુધવારે ખંભાળિયાની પીજીવીસીએલ કચેરી ખાતે જિલ્લા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. જો આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નો હલ ના થાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિજ તંત્રના જવાબદારોના બહેરા કાને ખેડૂતોના પ્રશ્ન સંભળાતા ના હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કચેરી ખાતે પહોચી ઢોલ શરણાઈના સુર સાથે અનોખો વિરોધ દર્શાવીને ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...