તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂનો નાશ:ખંભાળિયા પોલીસે ઈંગ્લીશ દારૂની 6000 બોટલ પર રોલર ફેરવી દીધું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18.60 લાખની કિંમતના દારૂનો નાશ કરવામા આવ્યો

ખંભાળિયા પોલીસે અલગ અલગ રેડ દરમિયાન ઝડપાયેલી ઈંગ્લીશ દારૂની 6000 જેટલી બોટલ પર રોલર ફેરવી નાશ કરાયો હતો.

ખંભાળિયા તાલુકામાં સમયાંતરે અવાર નવાર દેશી તથા વિદેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા ધોસ બોલાવી મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે.જેમાં ખંભાળિયા પંથકમાં ગત વર્ષ પણ નોંધપાત્ર માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે 2019- 20 દરમ્યાન ખંભાળિયા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી બુટલેગરો પાસેથી જપ્ત કરવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડના ના જથ્થાને પોલીસ પહેરા હેઠળ સંગ્રહિત કરવામાં આવી હતી.

છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન મળી આવેલી 5932 બોટલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અંગેના કરવામાં આવેલ આ હુકમના અનુસંધાને આજરોજ ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર એસપી કચેરી પાસે એક જગ્યા માં તમામ દારૂની બોટલો ને ગોઠવી તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું.

આ સમગ્ર દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરીમાં ખંભાળિયાના પ્રાંત અધિકારી પ્રશાંત મુંગડા, ડી.વાય.એસ.પી નીલમબેન ગોસ્વામી ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.વાગડિયા અને નશાબંધી વિભાગના પીઆઇ વાળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...