લોકોમાં રોષ:કલ્યાણપુરથી ખંભાળિયા માર્ગ બિસ્માર

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખખડધજ રસ્તાને કારણે અકસ્માતનો ખતરો: તંત્ર કુંભકર્ણની નિંદ્વામાં રાચતા લોકોમાં રોષ

કલ્યાણપુરથી ખંભાળીયા જતો રસ્તો જે ખૂબ ઉપયોગી છે. આ રસ્તામાં આવતા ખીજદળ ગામથી જામપર સુધીનો રસ્તો ખૂબજ ખરાબ હાલતમાં છે. આથી આ માર્ગ પરથી પસાર થતા ઇમરજન્સી 108 સેવા, વેપારી મિત્રો અને ખેડૂતોને ખૂબ હાલાકી પડે છે. આટલું જ નહીં વાહન પર આવાગમન કરતા લોકોને અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ પરથી સરકારના કર્મચારીઓ ખંભાળિયા જવા માટે નીકળતા હોય છે. પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી.

અન્ય સમાચારો પણ છે...