કાર્યવાહી:ખંભાળિયા : જીરૂની ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝબ્બે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફુટેજની મદદથી દબોચ્યા, ચોરાઉ જીરૂ કબજે

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં એક ઓઇલમીલમાંથી રૂ. 1.65 લાખની કિંમતના 17 ગુણી જીરૂની ચોરી પ્રકરણમાં પોલીસે બે આરોપી પિતા-પુત્રને પકડી પાડયા હતા અને ચોરાઉ જીરૂ અને રીક્ષા પણ કબજે કરી હતી. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના ઉદ્યોગ નગરમાં રાધેક્રિષ્ના પ્રોટીન મીલમાંથી રૂ.1.65 લાખની કિંમતનુ 17 ગુણીમાં ભરેલું 45 મણથી વધુ જીરૃ ચોરી થઇ ગયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસે ઓઈલ મિલ સંચાલક બોઘાભાઈ કરણાભાઈ આંબલીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.

ચોરીના આ બનાવની ઈન્ચાર્જ પીઆઈ કે. એન. ઠાકરીયાના વડપણ હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં મીલ તથા આજુબાજુના સીસીટીવી કેમેરાઓ ચકાસતા બે શખ્સ એક છકડામાં કોથળાઓ લઈને જતા જોવા મળ્યા હતા. જેનાના સગડ દબાવાતા સંજયનગરમાં બંસી મીલમાં રહેતા અખ્તર સેતા અને તેના પિતા હનિફ કાસમ સેતા નામના બે શખ્સોના બંસી મીલ સ્થિત રહેણાંક સુધી પોલીસે તપાસ લંબાવી હતી અને તલાશી લીધી હતી.

જેમાં ત્યાંથી ઉક્ત બન્ને શખસો રૂ. 1.65 લાખની કિંમતના 45 મણ અને 18 કિલો જીરૂ સાથે મળી આવ્યા હતા.જેણે પોલીસ પુછપરછમાં ચોરીની કબુલાત આપી હતી.પોલીસે જીરૂ અને હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલી રીક્ષા સહિત રૂ.2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ પકડાયેલા આરોપીઓ પૈકી એક શખસ અગાઉ ઉકત મિલમાં કામ પણ કરી ચુકયો હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...