તપાસ:ખંભાળિયા: નિવૃત અધિકારી સામે લાંચની માંગણીનો ગુનો

જામનગર,ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GST નંબર મેળવવા અરજીની એપ્રુવ્લ માટે લાંચ માંગ્યાનો ગુનો નોંધી એસીબીની તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રાજય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા નિવૃત વેરા નિરીક્ષક સામે એસીબીએ રૂ.એક હજારની લાંચની માંગણી કર્યાનો ગુનો નોંધ્યો છે.જીએસટી નંબર મેળવવા માટે અરજીની એપ્રુવ્લ માટે લાંચ માંગ્યાનુ જાહેર થયુ છે.દિવાળી પર્વ ટાંકણે જ તત્કાલિન વેરા નિરિક્ષક નિવૃત અધિકારી સામે ડીમાન્ડનો ગુનો નોંધાતા સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખંભાળિયામાં ઇલેકટ્રીક ફીટીંગ-રીપેરીંગનુ કામ કરતા અરજદારે જે તે સમયે પોતાના ધંધા માટે જીએસટી નંબર મેળવવા કચેરીમાં અરજી કરી હતી.અરજીના અનુસંધાને સ્થળ વિઝીટ કરી એપ્રુવ્લ આપવા આરોપી તત્કાલિન વેરા નિરીક્ષક હાલ નિવૃત મારખીભાઇએ અરજદાર પાસે રૂ. 2000ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.1,500 આપવાનુ નકકી કર્યુ હતુ,ત્યારબાદ બીજાદિવસે આરોપીએ જીએસટી કચેરીમાં અરજદાર પાસે રૂ.1,000ની લાંચ લીધી હોવાની આધાર પુરાવા સાથે અરજદાર દ્વારા અરજી કરાઇ હતી.

જેની એસીબીની પ્રાથમિક તપાસના અંતે આરોપીએ રાજય સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી અંગત આર્થિક લાભ મેળવવા ગુન્હાહિત ગેરવર્તણુક આચરી અરજદાર પાસેથી લાંચના રૂ. 1,000 સ્વીકાર્યાનુ ફલિત થયુ હતુ. આથી દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચની માંગણીનો આરોપી મારખીભાઇ રામભાઇ રાવલીયા તત્કાલિન રાજય વેરા નિરીક્ષક સામે ગુનો નોંધી વધુ તપાસ એસીબી પીઆઇ આર.આર. સોલંકીએ હાથ ધરી છે. દિવાળીના તહેવારો ટાંકણે જ તત્કાલિન રાજય વેરા નિરિક્ષક સામે લાંચની માંગણીનો ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...