તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કેનેડી:નિવૃત્ત સુબેદારનું વાજતેગાજતે સ્વાગત

ભાટીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 વર્ષ સુધી સૈન્યમાં ફરજ બજાવીને નિવૃત થતા ગામ લોકો દ્વારા વિશિષ્ટ સન્માન

ભારતીય ફોજમાં 28 વર્ષ ફરજ બજાવી રીટાયર્ડ થઇ માદરે વતન પરત પહોચેલા કલ્યાણપુરના કેનેડી ગામના વતની કણઝારીયા પોપટભાઈ ભીખાભાઈનુ ગ્રામજનો તથા આજુબાજુના લોકો દ્વારા વિશિષ્ટ સ્વાગત કરાયુ હતુ.નિવૃત સુબેદાર બપોરે ભાટીયા રેલ્વે સ્ટેશન પર ઉતર્યા હતા જેનુ પરીજનો ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના કાર્યકરો,ભાટીયા અને કેનેડી ગામના આગેવાનોએ ફુલહારથી સ્વાગત કર્યુ હતુ. તેઓને વાજતે ગાજતે કેનેડી ગામે લઇ જવામાં આવ્યા હતા જે વેળા દેશભકિતના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.

કેનેડી ગામે મેઈન બજાર, રામમંદીર ચોકમાં સ્વાગત સભાનુ આયોજન કરાયુ હતુ જેમાં તેઓનો પરીવાર તથા જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ આબંલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વેલભાઈ ચોપડા, કેનેડીના સરપંચ દવુભાઈ તથા એકસ આર્મી નાયબ સુબેદાર રવજીભાઈ નકુમ, હવાલદાર વલ્લભભાઈ નકુમ, પોરબંદરથી આવેલા નાયક રાઠોડ જેન્તીભાઈ તથા સતવારા સમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા.દીલીપભાઈ તથા અન્ય યુવાનોએ ભારત માતાની છબી આપી તેમનુ વિશિષ્ટ સ્વાગત કર્યુ હતુ. આ સભામાં નિવૃત આર્મી સુબેદાર પોપટભાઈ દ્રારા ફરજ કાળના સ્મરણ વર્ણવ્યા હતા.તેમણે આર્મીમાં ભરતી થવા ઇચ્છુક યુવાનનોે માર્ગદર્શન અને નિ:શુલ્ક પ્રશિક્ષણ આપવાનો પણ નિર્ધાર વ્યકત કર્યો હતો.

બંકરમાં નાખ્યો’તો બોંબ
પોપટભાઈએ સેવા કાળના અમુક અનુભવ વર્ણવ્યા હતા.તેમણે ગત રર જાન્યુઆરી 2000ની સાલમાં પાક. તરફના એક હુમલામાં ઢસળતા જઈ પાકિસ્તાની બંકરમાં બોમ્બ નાખી ત્યાંના રપ દુશ્મનો માર્યા ગયાનું સામે આવ્યું હતું. આ બાબત ત્યારે સૈન્ય કાર્યની ખુબ સરાહના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...