આપનો પ્રચાર:જામનગરના ધ્રોલમાં કેજરીવાલે કાલાવડ બેઠકના આપના ઉમેદવારને સાથે રાખી રોડ શો યોજ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાની કાલાવડ(SC) વિધાનસભા વિસ્તારમાં આજે કેજરીવાલે પ્રચારની કમાન સંભાળી હતી. કાલાવડ વિધાનસભા અંતર્ગત આવતા ધ્રોલ તાલુકામાં અરવિંદ કેજરીવાલે રોડ શો યોજી આપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ત્રિકોણથી લતિપર ચોકડી સુધી આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કાલાવડ વિધાનસભાના આપના ઉમેદવાર ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

જામનગરની કાલાવડ બેઠક SC અનામત બેઠક છે. હાલ આ બેઠક કૉંંગ્રેસના કબજામાં છે. 2022 વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અહીં ડો. જિગ્નેશ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ખુદ કેજરીવાલે આજે રોડ શો કરી પોતાના ઉમેદવાર માટે મત માગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...