તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Keeping In View The Sentiments Of The Devotees, The Decision To Keep The Dwarkadhish Temple Open For Darshan Was Earlier Announced To Be Closed For 3 Days.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણયમાં બદલાવ:ભક્તોની લાગણીને ધ્યાન પર રાખી દ્વારકાધીશ મંદિર દર્શન માટે ખુલ્લું રાખવાનો નિર્ણય, અગાઉ 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી હતી

જામનગર2 મહિનો પહેલા
  • સાંજે 5 વાગ્યાથી ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામા આવ્યા

કોરોના મહામારીના પગલે ફૂલડોલ ઉત્સવ પર દ્વારકાધીશનું મંદિર ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયમાં ફેરફાર કરવામા આવ્યો છે. ભક્તોની લાગણીને ધ્યાન પર રાખી આજે સાંજે પાંચ વાગ્યાથી ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિરના દ્વાર ખોલી નાખવામા આવ્યા છે.

શ્રી દ્વારકાધીશ મંદિરના ભક્તો માટે દર્શન ખૂલ્યા
શ્રી દ્વારકાધીશ મંદિરના ભક્તો માટે દર્શન ખૂલ્યા

દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને કાળિયા ઠકોરના દરબારમાં પહોંચતા હોય છે. પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના પગલે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભીડ થવાની સંભાવના હોય પ્રસાસન તરફથી પહેલા જ ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પ્રશાસનના આ નિર્ણયના કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી હતી. તો સાથે દ્વારકાના વેપારીઓએ પણ આ તહેવાર દરમિયાન મંદિર ખુલ્લું રહે તે માટે રજૂઆત કરી હતી.

ફૂલડોલ ઉત્સવ નિમિતે પ્રશાસને કરેલા નિર્ણય પ્રમાણે ગઈકાલે 27મી તારીખથી જ મંદિરના દ્વાર બંધ કરી દેવામા આવ્યા હતા. જો કે, ભક્તોની લાગણીને ધ્યાન પર રાખી આજે સાંજે 5 વાગ્યાથી ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામા આવ્યા હતા.

મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીસામાન્ય રીતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી દરમિયાન મંદિરમાં પૂજારીની સાથે મોટી સંખ્યામાં ભક્તો સામેલ થતા હોય છે. લોકો કાળિયા ઠાકોર સાથે અબિલ ગુલાલથી હોળી રમી ધન્યતા અનુભવતા હોય છે. પરંત, આ વર્ષે કોરોના મહામારીના પગલે મંદિરમાં પૂજારીની હાજરીમાં જ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. શ્રદ્ધાલુઓએ સોશિયલ મીડિયાના માધ્મયથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી માણી હતી.

શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર બાવન ગજની ધજા દર્શન
શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર બાવન ગજની ધજા દર્શન

જામનગર પોલીસ તરફથી ધ્વજારોહણ કરાયુંજગતમંદિરમાં ધ્વજાજીનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે જામનગર એસપી દીપન ભદ્રન અને એ.એસ.પી નિશાંત પાંડે તેમની ટીમ દ્વારા જગતમંદિર પર ધ્વજારોહણ કરવામા આવ્યું હતું. આ સમયે જામનગર એસપી દીપન ભદ્રન પરિવાર સાથે હાજર રહ્યા હતા. તો દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જોશી તથા ડીવાયએસપી સમીર સારડા પણ ધ્વજારોહણ સમયે હાજર રહ્યા હતા.

જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો
જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન ઉજવાયો હતો જેમાં ફક્ત પૂજારી પરિવાર હાજર હતો. ભગવાનને છેલ્લા દિવસોથી સફેદ વાઘાના શૃંગાર થતા હોય ત્યારે આજ ફૂલડોલના દિવસે ચાંદીની પિચકારીમાં કેસૂડાં ના ફૂલનું પાણી અને અબીલ ગુલાલની છોળો પુજારીખેલૈયા સાથે ભગવાન અને પુજારીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ આરતી સાથે જ ભગવાન દ્વારકાઘીશ મંદિરમાં ઢોલ નગારા સાથે ભગવાનની બંને બાજુઓ પર રંગો અને ચાંદીની પિચકારી ધરાવવામાં આવી હતી. પુજારીઓ જાણે કે ભગવાન સાથે રંગે રમ્યાં નો ભાવ તમામ નજરે ચડ્યો હતો.

પૂનમ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો
શ્રદ્ધાળુઓ પુનમ ભરવા આવ્યા હોય, ભક્તોની સંખ્યા ઓછી હોય, તેમની શ્રધ્ધાને માન આપી કલેકટર , એસપીએ જગતમંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય કર્યો હતો. > સમીર સારડા, ડીવાયએસપી.

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો