જામનગર ગ્રામ્ય બેઠક પરથી જીવણભાઈ કુંભારવડિયાનું કોંગ્રેસ દ્વારા નામ જાહેર થતાં જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી લેતા અને 27 વર્ષ જૂના કોંગ્રેસ સાથે જોડાયેલા કાસમ ખફી થયા નારાજ થયા છે અને કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. જે આજે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે.
કાસમભાઈ ખફી છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે અડીખમ ઉભા રહી અને તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, જામનગર મહાનગર પાલિકા કોર્પોરેટર વગેરે ચૂંટણીમાં વિજેતા થયેલા છે. તેમજ વિધાનસભા, લોકસભાની દરેક ચૂંટણી વખતે પક્ષના ઉમેદવારોને તન-મન-ધનથી જીતાડવામાં સિંહફાળો આપેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.