તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયરિંગ:જામનગરના બાલંભા ગામના ઉપ સરપંચ પર ધડાધડ ફાયરિંગ કરી કરપીણ હત્યા કરવામાં આવી

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉપ સરપંચ અને તેના ભાઈ પર ફાયરીંગ કરવામાં આવ્યું
 • ઘાયલ ભાઈને સારવાર માટે જી.જીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આજે ખનીજના ધંધામાં લોહી રેડાયું છે. ગામના ઉપ સરપંચ પર ફાયરીંગ કરી કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. જયારે મૃતકના ભાઈને ઈજાઓ પહોંચતા જામનગર ખસેડવામાં આવ્યા છે.

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આજે બપોર બાદ ગામના પાદરમાં ગંભીર વારદાત ઘટી હતી. ગામના ઉપ સરપંચ કાન્તીલાલ માલવિયા અને તેના ભાઈઓ પર ગામના ચોક્કસ જૂથના સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં કાંતિભાઈ પર કરવામાં આવેલ ફાયરીંગ જીવલેણ સાબિત થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

જયારે તેમના ભાઈ સહીત બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. રેતીના કારોબારમાં પડેલા વાંધા બાબતે ચાલતા મનદુઃખને લઈને હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે હત્યારા સખ્સો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો