જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આગામી 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, દીકરીઓમાં જાગૃતિ લાવવા અને દીકરા- દીકરી સમાનતાને પ્રોત્સાહિત કરવા માટે જામનગરની વિદ્યાસાગર કોલેજમાં કરાટે ટ્રેઈનિંગ અને 181 હેલ્પલાઇન સેમિનારનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં વિધાર્થીનીઓને પ્રોત્સાહન આપવા માટે ‘બેટી બચાઓ બેટી પઢાઓ' અને મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા ગુડ ટચ, બેડ ટચ અને કરાટે ટ્રેઈનિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા હાજર વિધાર્થિનીઓને 181 એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. નારી અદાલતના કર્મચારીઓ દ્વારા નારી અદાલત વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીનીઓને પ્રોત્સાહન સ્વરૂપે શિલ્ડ અને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓને માસ્ક, કીટ અને વિવિધ યોજનાકીય માહિતીના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અને સહ રક્ષણ અધિકારી હંસાબેન ટાઢાણી, સુરક્ષા સમિતિ અધિકારી સોનલબેન વર્ણાગર, રૂકસાદબેન ગજણ, વિદ્યાસાગર કોલેજનાં ટ્રસ્ટી અને આચાર્ય જામનગર સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, નારી અદાલતના કર્મચારીઓ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઉપસ્થિત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.