તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડામાર તૈયારી:દ્વારકાના જગતમંદિરમાં કાનાના જન્મના વધામણા કરાશે

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાધીશજી મંદિરને ખુલ્લુ રાખવાના નિર્ણયથી ભાવિકોમાં હરખ, વેપારીઓને પણ રાહત થઈ
  • કોરોના ગાઈડલાઈનનું પાલન દર્શનાર્થીઓ માટે આવશ્યક, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારી

દ્વારકાના જગતમંદિરને જન્મષ્ટમી પર્વે ખુલ્લુ રાખવાના નિર્ણય બાદ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ રહયો છે.દર્શનાથીઓએ કોરોના ગાઇડલાઇનનુ ચૂસ્ત પાલન કરવુ આવશ્યક રહેશે. દ્વારકાધીશજી મંદિરમાં આગામી જન્માષ્ટમી પર્વે દર્શન ખુલ્લા રહેશે કે કેમ? એ મુદદે ભાવિકો સહિત સ્થાનિક રહીશો અને વેપારી વર્ગમાં ભારે ગડમથલ વચ્ચે બુધવારે રાત્રે વહિવટી તંત્ર દ્વારા યાદી પ્રસિધ્ધ કરી દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના દિવસોએ મંદિરના દર્શન નિયત કલાકો દરમ્યાન દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લા રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.જોકે,આ દરમિયાન કોરોના ગાઇડ લાઇનની ચૂસ્ત અમલવારી સાથે મંદિરમાં માસ્ક પહેરવા, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અને જે તે સ્થળે કુંડાળા(સર્કલ) કરી,આ અંગે જરૂરી વ્યવસ્થા કરવાનુ પણ જાહેર કરાયુ હતુ.

શ્રીદ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તા.30ને સવારે શ્રીજીના દર્શનનો સમય સવારે 6 કલાકે મંગલા આરતી,સવારે 6થી8 મંગલા દર્શન,8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક,9 વાગ્યે અભિષેક પશ્ચાર્ત પૂજન(પટ/દર્શન) બંધ રહેશે.10 વાગ્યે શ્રીજીને સ્નાન ભોગ અર્પણ, 10:30 કલાકે શ્રૃંગાર ભોગ અર્પણ, 11 કલાકે શ્રૃંગાર આરતી,11-15 કલાકે ગ્વાલ ભોગ અર્પણ અને 12 કલાકે રાજભોગ અર્પણના દર્શન યોજાશે.બપોરે 1થી 5 અનોરસ(બંધ) રહેશે.

જયારે સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન, 5-30થી 5-45 કલાકે ઉત્થાપન ભોગ અર્પણ, 7-15થી 7-45 કલાકે સંધ્યા ભોગ અર્પણ,8-30 કલાકે શયન આરતી અને 9 કલાકે શ્રીજી શયન(દર્શન બંધ) રહેશે.જે બાદ રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ મહાઆરતી યોજાશે. જે બાદ રાત્રે 2-30 કલાકે શ્રીજી શયન(દર્શન) બંધ રહેશે. જયારે તા.31ના રોજ સવારે 7 કલાકે શ્રીજીના પારણા ઉત્સવના દર્શન બાદમાં 10-30 કલાકે અનોરસ(દર્શન બંધ)રહેશે.જે પછી સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન યોજાશે.

સાંજે 5થી 6 કલાક સુધી નિત્યક્રમ મુજબ દર્શન બાદ સાંજે 6થી 7 કલાકે શ્રીજીને બંધ પડદે અભિષેક પુજા(પટ/દર્શન બંધ રહેશ),જે બાદ સાંજે 7 થી 7-30 કલાકે શ્રીજીના દર્શન બાદ 7-30 કલાકે સંધ્યા આરતી, 8-10 કલાકે શયન ભોગ અર્પણ કરાશે અને 8-30 કલાકે શયન આરતી દર્શન બાદ 9-30 કલાકે શ્રીજી શયન સાથે દર્શન બંધ રહેશે.વહીવટી તંત્ર દ્વારા કોરોના ગાઇડ લાઇનનુ ચૂસ્ત પાલન કરવા દર્શનાથિઓને અપીલ પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...