તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રગતિ:કાલાવડના ખેડૂતે 1 વીઘા જમીનમાંથી ફકત 2 મહિનામાં 3000 કીલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા બાગાયતી પાક અને વૈશ્વિક કક્ષાના એકઝોટીક વેજીટેબલ્સની ખેતી કરી

જામનગર જિલ્લામાં ખેડૂતો નવા બાગાયતી પાકોના પ્રયોગો કરી સમ્રુદ્ધ ખેતી તરફ વળી રહ્યા છે. કાલાવડ તાલુકાના ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું સંશોધન કરી રહ્યા છે. આણંદપર ગામે રહેતા વિશાલભાઈએ અભ્યાસ અને પોતાની ખેતીને જોડીને આ વર્ષે સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું. જેમાં મોટી સફળતા મળી છે.

તેમણે 1 વીઘામાં 6000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કર્યું હતું. આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે માત્ર 1 મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદન શરૂ થઇ ગયું અને 1 વીઘાના વાવેતરમાંથી 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે. આ સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની અને બ્રોકલીના વાવેતરનો પણ પ્રયોગ કરેલો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો