અદાલતનો ચૂકાદો:જોડિયા, શેઠવડાળા દુષ્કર્મ કેસમાં બંને આરોપીને 10 વર્ષની કેદ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દસ્તાવેજી પુરાવાઓ અને જુબાની ધ્યાને લઇ અદાલતનો ચૂકાદો
  • ​​​​​​​જુદા-જુદા બે કેસમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું

જોડિયા અને શેઠવડાળા દુષ્કર્મ કેસમાં બંને આરોપીને અદાલતે 10 વર્ષની સજા ફટકારી છે. વનણા ગામેથી ગત તા.23-9-2017 ના રોજ રાજેશ બાબુભાઇ કાનુરા નામનો શખસ સગીરાનું અપહરણ કરી જામજોઘપુર લઇ ગયો હતો. ત્યાંથી અન્ય શહેરમાં લઇ જઇ ભુજમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આથી પોલીસે આરોપી રાજેશની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ચાલી જતાં ન્યાયાધીશે સરકરી વકીલ ભારતીબેન વાદીની રજૂઆત, દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ આરોપી રાજેશને 10 વર્ષની સજા ફટકારી હતી. અન્ય કેસમાં ગત તા.1-9-18 ના સુભાષ ઓધવજી સોલંકી નામનો શખસ બોડકા ગામેથી સગીરાનું અપહરણ કરી ભાવનગરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ જોડિયામાં નોંધાતા પોલીસે આરોપી સુભાષની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ચાલી જતાં અદાલતે સુભાષને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે.

બેંક લોન ન ચૂકવનાર શખસને 3 માસની જેલ
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિવ્યેશ ગીરીશભાઇ ડોબરિયાએ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લોન લીધા બાદ પરત નહીં ચૂકવતા બેંક દ્રારા રૂ.3,33,093 લેણી રકમની વસૂલાત માટે અદાલતમાં દાવો કર્યો હતો. જે ચાલી જતાં અદાલતે બેંકના વકીલની રજૂઆત ધ્યાને લઇ દિવ્યેશને ત્રણ મહીનાનની સીવીલ જેલનો હુકમ કર્યો છે. જો હુકમનામા મુજબની રકમ દેણદાર ભરપાઇ કરી આપે તો જેલમુકત કરવા અદાલતે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...