જામનગરમાં સત્ય સાંઈ સ્કૂલની પૂર્વ વિદ્યાર્થિની અને ગાંધીનગર વિસ્તારના રહીશની પુત્રી રાજકોટ ખાતે પણ શૈક્ષણિક સ્તરે ઝળકી ઉઠતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અને બ્રહ્મ સમાજ દ્વારા તેનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના રહીશ પ્રશાંત પ્રતાપભાઈ દવે અને નેહાબેન દવેની પુત્રી જીયા ધો. 12 કોમર્સની પરીક્ષામાં 99.82 પર્સન્ટાઈલ સાથે ટ્યુશન વિના જ સ્કૂલ ફર્સ્ટ સાથે રાજકોટના ટોપટેનમાં પણ સ્થાન પામી હતી. જીયાની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ બાજ ખેડાવાળ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેનું સન્માન કરાયું હતું.
એ. પી. પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ. જી. એન્ડ એસ. જી. બારદાનવાલા કન્યા વિદ્યાલય દ્વારા પણ સ્કૂલ ફર્સ્ટ આવવા બદલ જીયાને સન્માનિત કરાઈ હતી. ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં એકાઉન્ટ વિષયમાં જીયાએ 100માંથી 100 અને આંકડાશાસ્ત્રમાં 100માંથી 98 માર્ક્સ મેળવતા તેના એકાઉન્ટના ટીચર અલ્પાબેન જોશી અને આંકડાશાસ્ત્રના શિક્ષક મનસુખભાઈ જી. કથીરીયા સહિતના સમગ્ર સ્ટાફે પણ આ પ્રસંગે તેને અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં બાજ ખેડાવાળ બ્રહ્મ સમાજ દ્વારા જીયાને સન્માનિત કરાઈ હતી. સમસ્ત બ્રહ્મ સમાજે પણ જીયાની આ સિદ્ધિને બિરદાવી હતી. ધો. 12 કોમર્સમાં તેજસ્વી દેખાવ બાદ જીયાએ બી.બી.એ.માં એડમિશન લીધું હતું. બીબીએના ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ જે. એચ. ભાલોડીયા વુમન્સ કોલેજ - રાજકોટમાં જીયા ટોપર બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.