તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જામનગરના કેનેડીના માઢ ધાર સીમમાં જેટકોનો ટાવર અચાનક તુટી પડ્યો, 12 પશુઓના મોત

ભાટીયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુરના સીમ વિસ્તારમાં બપોરે સર્જાયેલી ઘટનામાં મુક પશુએ જીવ ગુમાવ્યા
  • અન્ય પશુઓને પણ નાની મોટી ઇજા, ઘેટા બકરા ચરાવતા માલધારી પરીવાર પર વ્રજઘાત : તંત્રને જાણ કરાઇ

કલ્યાણપુર તાલુકાના ભાટીયા કેનેડી બાજુના માઢ ધાર એવા ચગડિયુ સીમ વિસ્તારમાં બુધવારે જેટકો વિભાગ હેઠળનો 66 કેવીના પરીવહન માટે વપરાતો ટાવર અચાનક ઢળી પડતા સર્જાયેલી ઘટનામાં માલધારીના બારથી વધુ અબોલ પશુના મૃત્યુ નિપજયા હોવાનો બનાવ બહાર આવ્યો હતો.જયારે અન્ય અમુક ઘેટા-બકરાને ઇજા પહોચ્યાનુ પણ ખુલ્યુ છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાટિયા કેનેડીની બાજુમાં માઢનો ધાર વિસ્તારમાં ચગડિયું કહેવાતા સિમ વિસ્તાર માં બુધવારે સવારના સમયે જેટકો વિભાગના અંડરમાં આવતા 66 કેવી પાવરનું વહન કરવા વપરાતો ટાવર રસ્તા પર ઢળી પડ્યો હતો.

આ તોતિંગ વીજ ટાવર રસ્તા પર કડડભૂસ થઇ ધસી પડતા ત્યાં જ બાજુમાં ઘેટાં બકરા ચરવનારા માલધારીના અબોલ પશુઓ પર ખાબકતા લગભગ બાર જેટલા પશુના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયા હતા.જયારે અન્ય પશુને પણ નાની મોટી ઇજા પહોચી હોવાનું બહાર આવ્યું છે. આ દુર્ધટનાના પગલે ભારે દેકારો મચી ગયો હતો.આ ઘટનાના પગલે રાજુભાઇ હતપ્રત બની ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર તેણે જેટકો અને પોલીસને જાણ કરી હોવાનુ કહ્યુ હતુ.જોકે,મોડીસાંજ સુધી ત્યાં સ્થળ પર કોઇ ફરકયુ ન હોવાનુ સામે આવ્યુ છે.માલધારી પરીવાર પર આભ તુટી પડયુ હતુ અને જીવન નિર્વાહના સ્ત્રોત સમાન પશુઓનો ભોગ લેવાતા પરીવાર સ્તબ્ધ બની ગયો હતો.

માલધારી પરીવારનો આબાદ બચાવ
ઉકત સ્થળે ઘેટા બકરા ચરાવનારા પશુઓના માલિક રાજુભાઇ પરબત તથા પરીવાર પણ ઘટના સમયે પશુઓ વચ્ચે હતા,જે વેળા સદનશીબે તેઓનો આબાદ બચાવ થયો હોવાનુ જાણવા મળ્યુ છે.જયારે આ બનાવમાં નિર્દોષ પશુઓએ જીવ ગુમાવતા માલધારી પરીવાર પર વ્રજઘાત સાથે પંથકભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...