ખેડૂતોની વહારે કોંગી MLA:કાલાવડના જસાપર ગામે જેટકો કંપનીની ખેડૂતો પર દાદાગીરી, ધારાસભ્યે દોડી આવી અધિકારીઓને ખખડાવી નાખ્યા

જામનગર17 દિવસ પહેલા

જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના જસાપર ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોને પોલીસનો ડર બતાવી વળતર ન આપતા હોવાના આક્ષેપ કરાયા છે. આ બાબતની જાણ થતાં કાલાવડના કોંગ્રી ધારાસભ્ય પ્રવીણ મુસડિયાસ જિલ્લા પંચાયતના નેતા, જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી. મારવિયા અને કાલાવડ કોંગ્રેસના શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા જસાપર ગામે ખેડૂતોની મદદ માટે દોડી આવ્યા હતા. ધારાસભય પ્રવીણ મુસડિયાએ કામ બંધ કરાવી ખેડૂતોને વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કામ ન કરવા દેવાની ચીમકી આપી હતી.

શુ હતો મામલો
ગામના ખેડૂત વાઘજીભાઈ રાઠોડના ખેતરમાં છેલ્લાં 10 વર્ષ પહેલાં જેટકો કંપનીનું 220 કેવીનું ટાવર ઊભું કરેલું હતું. ગઈકાલે ખેડૂતને કોઈપણ જાતની જાણ કર્યાં વગર જેટકો કંપનીના અધિકારીઓ 4 જેટલા કોન્ટ્રાક્ટના માણસોને સાથે હાજર રાખી કામ ચાલુ કર્યું હતું. આ બાબતની જાણ ખેડૂતને થતાં ખેડૂત પોતાના ખેતરે આવી વળતરની માંગણી કરતા અને કામ બંધ કરવાનું કહેતા જેટકોના અધિકારીઓએ ગત વર્ષ 2015નો કલેક્ટરનો હુકમ બતાવી અમે તો હુકમના આધારે કામ કરીશું. તેવું કહેતા ખેડૂત નહિ માનતા જેટકોના અધિકારીઓએ તાત્કાલિક કાલાવડ પોલીસને બોલાવી, ખેડૂત વાઘજીભાઈની ધરપકડ કરી હતી. કાલાવડ પોલીસે વાઘજીભાઈ અને તેમના બે મજૂરોના ફોન આંચકી માર મારી કોઈપણ જાતનો ગુનો નોંધાયા વગર કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને સાંજ સુધી બેસાડી રાખ્યા હતા.

ખેડૂતોને અન્યાય થશે તો હું સાંખી નહિ લઉ: ધારાસભ્ય
આ બાબતની જાણ થતાં કાલાવડના કોંગ્રી ધારાસભ્ય પ્રવીણ મુસડિયાસ જિલ્લા પંચાયતના નેતા, જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી. મારવિયા અને કાલાવડ કોંગ્રેસના શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા જસાપર ગામે ખેડૂતોની મદદ માટે દોડી આવ્યા હતા. ધારાસભય પ્રવીણ મુસડિયાએ કામ બંધ કરાવી ખેડૂતોને વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કામ ન કરવા દેવાની ચીમકી આપી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારના ખેડૂતોને અન્યાય થશે તો હું સાંખી નહિ લઉ.

અન્ય સમાચારો પણ છે...