જસણીની આવક બંધ:હવામાન ખાતાની માવઠાની આગાહીના કારમે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જસણીની આવક બંધ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર માર્કેટિંગ યાર્ડ મા વરસાદી વાતાવરણની આગાહી હોવાથી લસણ મગફળી એરંડા ધાણા અને આવક આજ 3-3-23 શુક્રવાર અને સવારે 10:00 વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ આપવામાં સદંતર બંધ કરવામાં આવી છે. જેની સર્વે લાગતા વળગતા હોય તેને ખાસ નોંધ લેવી તેમજ કપાસની ભારી તેમ જ પાલની આવક બંધ કરવામાં આવશે જેની પણ નોંધ લેવી ગ્રંથ ઘઉંની આવક પણ પાલ તેમજ બાચકાની આવક આજે અત્યારથી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે.

હવામાન ખાતાની માવઠાની 4 તારીખે 8 તારીખ સુધીની માવઠા ની આગાહીના કારણે જામનગર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જે કાંઈ જણસો ઉતારવામાં આવે છે જેમકે લસણ, મગફળી,એરંડા,ધાણા, કપાસ ઘઉં અને ડુંગળી આ તમામની આવક સવારથી સદંતર રીતે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવેલ છે અને હાલમાં પણ જે કાંઈ માલ ખુલ્લામાં પડેલ છે તેની આજે હરાજી થઈ જશે અને બપોર બાદ તે માલ જોખાઈ અને વેપારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવશે અને સલામત સ્થળે રાખી દેવામાં આવશે તેમજ વેપારીઓને પણ અમારા દ્વારા સૂચના આપવામાં આવેલ છે એ વેપારીઓનો ખરીદેલ માલ જે કાંઈ ખુલ્લામાં પડેલ હોય તે વરસાદના માવઠાના કારણે ન જણસ નો કોઈપણ પ્રકારનો બગાડ નો થાય તે માટે તે માલ પર સલામત સ્થળો ખસેડી લેવું તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...