આયોજન:જામનગરમાં બ્રહ્મસમાજ દ્વારા નવેમ્બરમાં જનોઇ સંસ્કાર યજ્ઞ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત બ્રહ્મસમાજ જામનગર બ્રહ્મ ઉત્સવ સમિતીનુ આયોજન
  • 6 નવેમ્બરના કાર્યક્રમ માટે વિવિધ ટીમો દ્વારા સંપર્ક અભિયાન

મનુસ્મૃતિ મુજબ અનુસરણ કરવા અને સનાતન પરંપરાના યજ્ઞને સમાજના સૌને સાનુકુળતા રહે સક્ષમતા મળે તે માટે સમસ્ત બ્રહ્મસમાજ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમા નવેમ્બર માસમા તા. 6 નવેમ્બર 2022ના યોજાશે. યજ્ઞોપવિત જેવુ દૈવી તાંતણ ધારણ કરવાનુ વૈશ્વિક રીતે સમસ્ત બ્રહ્મસમાજ જામનગર બ્રહ્મ ઉત્સવ સમિતીનુ ભવ્ય આયોજન અત્યારથી જ આયોજનને આકાર આપી રહ્યુ છે.

6 નવેમ્બર 2022ના જામનગરમા યોજાનારા આ સમુહ જનોઇ બ્રહ્મસમાજના ઉત્સવમાં અનેક કાર્યક્રમો યોજાશે જે માટે નિધી એકત્રીત કરાઇ રહી છે તેમજ વિવિધ ટીમો દ્વારા સંપર્ક અભિયાન ચાલી રહ્યુ છે, જેમા બ્રહ્મ આગેવાનો, બ્રહ્મ દીક્ષીતો બ્રહ્મ વ્યવસાયીઓ કર્મકાંડીઓ નોકરીયાતો બીઝનેસમેન, અધીકારીઓ, કલાકારો, આયોજનકારો, કલાકૃતિ અને ગૃહ ઉદ્યોગકારો, કારખાનેદારો, લેખકો, સાહિત્યકારો, વકીલો, ડોક્ટરો, ઇવેન્ટકારો સહિત જામનગર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને વિદેશના દરેક ક્ષેત્રના સૌ બ્રહ્મબંધુઓએ આ આયોજનને ઉમળકાભેર આવકાર આપીને સહયોગ હિસ્સો નિધી શ્રમ સહિતનુ દાન કરવાની કટીબદ્ધતા દર્શાવી છે.

આ સંસ્કાર ઉત્સવ કર્મકાંડ પરંપરા જનોઇ ધારણ યજ્ઞોપવિતના સમુહ આયોજનમા ભાગ લેવા માટે સહયોગ માટે અને સમર્થન માટે હર્ષદભાઇ ત્રિવેદી મો. 99879510636, દેવેનભાઇ જોશી મો. 9033377225, સુખરામભાઇ અસવાર મો. 9898301401નો સંપર્ક કરવા પરેશભાઇ દવે દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...