2 વર્ષ બાદ લોકમેળાને મંજૂરી:જામનગરમાં રંગમતી અને પ્રદર્શન મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે, સ્ટેન્ડિંગ કમિટિનો નિર્ણય

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષના અંતર બાદ જામનગરવાસીઓ લોકમેળાનો આનંદ માણી શકશે
  • છઠ્ઠથી દસમ સુધી મેળો યોજાય છે તેમાં દિવસોમાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા

કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી જામનગર સહિત રાજ્યભરમાં લોકમેળાઓ બંધ રહ્યા હતા. પરંતુ હાલ કોરના કાબુમાં આવતા આ વર્ષે લોકમેળા યોજાશે. ત્યારે જામનગરમાં પણ બે વર્ષ બાદ લોક મેળો યોજવા તંત્રએ તૈયારી દર્શાવી છે. સ્ટેન્ડિંગ કમિટિએ લોકમેળો યોજવાનો નિર્ણય કર્યો છે. જામનગરમાં પણ જન્માષ્ટમીના લોકમેળા યોજવા માટે આજે સ્ટેન્ડિંગ સમિતિમાં લીલીઝંડી આપવામાં આવી છે, આમ બે વર્ષના અંતર બાદ ત્રીજા વર્ષે જામનગરવાસીઓ પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતી-નાગમતી ખાતે જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ માણી શકશે.

લોકમેળો યોજાવાની જાહેરાત કરાતા આનંદની લાગણી
જામનગરમાં કોરોના કાળ દરમ્યાન કોર્પોરેશન દ્વારા રંગમતી નદી અને પ્રદર્શન મેદાનમાં યોજાતા શ્રાવણી લોકમેળા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયાના અઘ્યક્ષસ્થાને મળેલી મહત્વની સ્ટે કમિટીમાં આગામી દિવસોમાં જામનગર શહેરમાં પરંપરાગત રીતે રંગમતી નદીના પટમાં અને પ્રદર્શન મેદાનમાં ભવ્ય લોકમેળો યોજાશે તેવો સૈઘ્ધિાંતક સ્વીકાર કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જાણવા મળતી માહિતી મુજબ છઠ્ઠથી દસમ સુધી મેળો યોજાય છે તેમાં દિવસોમાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે, જો કે આ અંગે હજુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ આ વખતે લોકમેળો ચોક્કસપણે યોજાશે તેવો નિર્ણય કરાતા જામનગરવાસીઓ અને આજુબાજુના ગામડામાં રહેતા લોકોમાં આનંદની લાગણી જન્મી છે. આ ઉપરાંત સ્ટે. કમિટીએ આજે 1 અબજથી વધુ રકમના વિકાસના કામો મંજુર કર્યા હતા.

​​​​​​​રંગમતી નદીના પટમાં કેટલાય વર્ષોથી લોકમેળો યોજાય છે
જામનગર કોર્પોરેશન દ્વારા રંગમતી નદીના પટમાં કેટલાય વર્ષોથી લોકમેળો યોજાય છે, એ મોટેભાગે પાંચેક દિવસ યોજાયો હોય છે અને બીજો લોકમેળો પ્રદર્શન મેદાનમાં યોજાય છે, સ્ટે. કમિટીએ ચેર ઉપરથી મેળા અંગેનો નિર્ણય લીધો છે, એનો અર્થ એ કે જામનગરમાં આ વર્ષે બે વર્ષ બાદ ભવ્ય લોકમેળો યોજાશે. આ ઉપરાંત ઘાંચી કોલોની, લાલપુર રોડ ખાતે ઇડબલ્યુએસ 96 આવાસ યોજનાનું નામ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ તેમજ બેડી રેલ્વે ઓવરબ્રીજ પાસે બનેલા ઇડબલ્યુએસ-1 અને ઇડબલ્યુએસ-2 આવાસ યોજના 272 આવાસનું નામ વીર સાવરકર ભવન રાખવા પણ ચેર ઉપરથી થયેલી દરખાસ્તમાં નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...