નક્કર નિરાકરણ:મોટી બાણુંગાર પંથકમાં રખડતા ઢોરની શિરદર્દ સમાન બનેલી સમસ્યાથી જનજીવન ત્રાહિમામ

મોટી બાણુંગાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યમાં છુટા મુકાતા ઢોરથી ખેતીને નુકસાન, નક્કર નિરાકરણ જરૂરી બન્યું

જામનગરના મોટી બાણુંગાર સહિત ગ્રામ્ય પંથકમાં રખ ડતા ઢોરની શિરદર્દ સમાન સમસ્યાથી જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠયુ છે.ત્યારે આવા ઢોરના કારણે કયારેક જાન માલને હાનીના બનાવો પણ સમયાંતરે સામે આવી રહયા છે.ત્યારે આવા ઢોરની સમસ્યાથી પિડાતા લોકોને મુકિત આપવા તંત્રએ નકકર કાર્યવાહી હાથ ધરવી જોઇએ એવી માંગ ઉઠી છે.

શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને સ્થાનિક તંત્ર કયારેક પકડી પાડવા જેવુ નાટક કરે છે.અમુક સમયે આવા ઢોરને પકડી પાડી હાઇવે પર ગ્રામ્ય વિસ્તારો આજુબાજુ પણ છોડી દેવામાં આવે છે.આથી આ વિસ્તારોના ખેતરોના ઉભા પાકને ભારે નુકશાન કરે છે.ખેડુતોને પણ રોઝ અને ભૂંડ ઉપરાંત આવા રખડતા ઢોરના ત્રાસથી રાતભર ઉજાગરા કરવા પડે તેવો ઘાટ સર્જાય છે.

બીજી બાજુ શહેર સહિતના વિસ્તારોના માર્ગો પર આવા રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ પણ બને છે જેમાં માનવજીંદગી પણ હોમાતી હોય છે.અમુક બનાવમાં આખલાની ઢીંકે પણ જાન હાની સર્જાતી હોવાના કિસ્સા સામે આવી ચુકયા છે.

સામાન્ય લોકો ઉપરાંત ખેડુત વર્ગને રખડતા ઢોરના આંતકથી ત્રસ્ત બન્યો છે ત્યારે આવા ઢોરને પાંજરાપોળમાં મોકલવવામાં આવે,જે પ્રક્રિયાના કારણે પાંજરાપોળોની પણ અમુક મર્યાદા નડતી હોય છે. આવા ઢોરને પકડી જંગલ વિસ્તારમાં છોડી દેવા જોઇએ એવો મત પણ જાણકાર વર્ગ વ્યકત કરી રહયો છે.

શહેરી અને ગ્રામ્ય પંથકના ખેડુતો સહિતના વર્ગને કનડતી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે તંત્રે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ એમ મોટી બાણુંગારના પટેલ ભીખુભાઇ રામજીભાઇએ રજૂઆતમાં જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...