તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવાલ:જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પાણી વેરાના બાકી રૂ. 99 કરોડ ચૂકવવા લીલીઝંડી અપાઈ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓના પગારના સાંસા છે ત્યારે મહાનગરપાલિકા મસમોટી રકમ કેમ ચૂકવશે તેની ચર્ચા શરૂ
  • શહેરના જ્યુબિલી ગાર્ડનના ત્રણ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે રૂ. 7.81 લાખનો ખર્ચ મંજૂર

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ડેમમાંથી ઉપાડવામાં આવતા પાણીનો બાકી વેરો રૂ.99 કરોડ ચૂકવવા સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂરી આપી છે. કર્મીઓના પગારના સાંસા છે ત્યારે મહાપાલિકા મસમોટી રકમ કેમ ચૂકવશે તે સવાલ છે.

જામનગર મહાનગર પાલિકાની ગુરૂવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પાણી ચાર્જની બાકી રકમ ભરપાઈ કરવા માટે વનટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લેવાની દરખાસ્ત કમિશનરે રજૂ કરેલી દરખાસ્ત મંજૂર કરાઇ હતી. અલગ અલગ ડેમમાંથી પાણી ઉપાડવા અંગેના રૂ. ૯૯ કરોડની રકમ ભરવાની થાય છે.

જો તેનું વ્યાજ ગણતરીમાં લેવામાં આવે તો લગભગ પોણાબારસો કરોડની રકમ થવા જાય છે. જામનગર મહાનગરપાલિકા પાસે પગારના સાંધા છે, ત્યાં આટલી રકમ ક્યાંથી ભરપાઈ કરી શકશે તે સવાલ છે. તદઉપરાંતનગર રચના મુસદ્દા યોજના નંબર ૧૧, ર૦, ર૧ અને ર૩ તૈયાર કરવા રૂ.25 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

જ્યુબેલી ગાર્ડનને ત્રણ વર્ષમાં ઓપરેશન એન્ડ મેન્ટનન્સ માટેનોરૂ.7.81 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સમર્પણ અને બેડી ઈએસઆર ઝોન વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નાંખવાની મંજુરી માટે વાર્ષિકરૂ.11.64 લાખનો વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...