ફરિયાદ:જામ્યુકોએ છોટા હાથી સહિત 70 મણ ઘાસનો જથ્થો જપ્ત કર્યો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઘાસના વધુ 3 વિક્રેતા સામે ફોજદારી ફરિયાદ કરાઈ

જામનગરમાં ગેરકાયદેસર ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ સામે મનપાએ કાર્યવાહી શરૂ કરી છે. શહેરના મીગ કોલોની વિસ્તાર, સાધના કોલોની, આર્ય સમાજ રોડ, મારું કંસારાની વાડી, પંચવટી ગૌશાળા, ગીતામંદિર, ગોલ્ડન સિટી, ખોડીયાર કોલોની 80 ફૂટ રોડ ,ગુલાબનગર મામાના મંદિર પાસે, ભીમવાસ, નાગેશ્વર મંદિર, નદીનો પટ, હરિયા કોલેજ રોડ, દિગ્વિજય પ્લોટ 50 ના છેડે, ઉદ્યોગનગર પોલીસ ચોકી પાસે, રણજીત નગર લેઉવા પટેલ સમાજ સહિતના વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે 70 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો.

ઘાસના ત્રણ વિક્રેતા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં છકડા રીક્ષા કે છોટા હાથીમાં ઘાસની ફેરી કરતા વિક્રેતાઓને પણ પકડી વાહનો સહિત ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબી ઢાબા પાસેથી ઘાસનો જથ્થો ભરેલું છોટા હાથી જપ્ત કરી દંડ વસૂલી ઘાસ મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...