નિર્દિષ્ટ મતદારો માટે સુવિધા:જામસાહેબે ઘર આંગણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્ર દ્રારા નિર્દિષ્ટ મતદારો માટે સુવિધા ઉભી કરાઇ

જામનગરના જામસાહેબ શત્રુશલ્યજીસિંહે સોમવારે ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી. જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...