માર્ગદર્શન:જામનગરની સંસ્થા રોજ 15 ગ્રુપને મતદાન શા માટે કરવું જોઈએ તેની સમજણ આપે છે

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો, પેમ્પલેટ દ્વારા માર્ગદર્શન

જામનગરમાં સ્વયં શક્તિ ફાઉન્ડેશન દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે વોટ ઇઝ યોર વોઈસ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દોઢ મહિનાથી દરરોજ અલગ અલગ 35 વ્યક્તિ દ્વારા દિવસમાં અલગ અલગ સ્થળ પર 10 થી 15 વ્યકિતના ગ્રુપને મતદાન શા માટે કરવું જોઈએ તેની સમજણ વિડિયો, ઓડિયો અને પેમ્પ્લેટ દ્વારા આપવામાં આવી રહી છે તેમ સંસ્થાના હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતમાં 60 ટકાથી વધારે મતદાન થતું નથી.

આથી ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અલગ અલગ માધ્યમથી લોકોને મતદાન એ બંધારણીય અધિકાર હોવાની સમજણ આપવામાં આવી રહી છે. ઉપરાંત તમે મતદાન કરીને એ સાબિત કરી શકો છો કે તમે દેશ પ્રત્યે કેટલી ફરજ અદા કરો છો. આ કેમ્પેનીંગ દ્વારા 20,000 લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. અત્યાર સુધીમાં 12000 લોકો સુધી ગ્રુપ, ફોન, મેસેજ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી ચૂક્યા છીએ.

250થી વધુ લોકો સામેથી જોડાયા
આ કેમ્પેઇનની શરૂઆત 35 વોલેન્ટીયર્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ કાર્યક્રમ કરતા ગયા તેમ સામેથી લોકો આ ઝુંબેશમાં જોડાવા લાગ્યા. તેઓ પોતાની અનુકૂળતા મુજબ પોતાની રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જે કંઈ ખર્ચ થાય તે સ્વયં ભોગવી રહ્યા છે. અત્યાર સુધીમાં 250 થી વધુ લોકો સામેથી જોડાયા છે. } હરદીપસિંહ જાડેજા, સ્વયં શક્તિ ફાઉન્ડેશન, જામનગર .

પ્રથમવાર મતદાન કરનારને પ્રોત્સાહક ગિફ્ટ
સામાન્ય રીતે મહિલાઓ કામમાં વ્યસ્ત હોય છે એટલે મતદાન કરવા જતી જ નથી. ઉપરાંત અમુક મુદ્દાઓને કારણે મતદાન કરતા નથી. આથી નોટા ઓપ્શન વિશે પણ સમજણ આપવામાં આવે છે. મહિલા મતદારો તેમજ પ્રથમ વખત મતદાર કરનાર પ્રોત્સાહન રૂપે ચૂંટણી બાદ સંસ્થા દ્વારા ડિસ્કાઉન્ટ કુપન તેમજ ગિફ્ટ પણ આપવામાં આવશે. એમ સંસ્થાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...