તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં 10257 મણ કપાસની આવક થતાં યાર્ડ કપાસથી ઉભરાયું છે. કપાસની આવકની સાથે ભાવ પણ વધીને રૂ.1212 બોલાયા હતાં. જો કે,હરાજીમાં 20 કીલો અજમાના સૌથી વધુ રૂ.5600 ભાવ ઉપજયા હતાં. મગફળીની 3500 ગુણીનો ઉપાડ થયો હતો. માર્કેટ યાર્ડમાં સોમવારે તમામ જણસમાં કપાસની સૌથી વધુ 10257 મણ આવક થઇ હતી. 264 ખેડૂત કપાસ વેંચવા આવ્યા હતાં. હરાજીમાં કપાસના ભાવ રૂ.950 થી 1212 બોલાયા હતાં.
કપાસ ઉપરાંત અડદ, ચણા, એરંડા, તલ, લસણ, જીરૂ, અજમો, સૂકા મરચાની નોંધપાત્ર આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો મગના રૂ.1000 થી 1150, અડદના રૂ.1080 થી 1555, તુવેરના રૂ.875 થી 1170, ચોળીના રૂ.1000 થી 1070, ચણાના 800 થી 926, અરેંડાના 817 થી 850, તલના 1600 થી 2485, રાયડાના 930 થી 1021, લસણના 625 થી 1300, જીરૂના 2100 થી 2435, ગુવારના 700 થી 742, ધાણાના 900 થી 1100, સૂકા મરચાના 1400 થી 2945 ભાવ બોલાયા હતાં.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.