તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરચાંની આવક:જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ લાલ મરચાં, ચણા અને ધાણાની આવકથી છલકાયું

જામનગર6 મહિનો પહેલા
  • મરચાં અને ચણાની નવી આવક બંધ કરવામા આવી

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચા, ચણા અને ધાણાની બમ્પર આવક થઈ છે. આજે યાર્ડમાં લાલ મરચા અને ચણાની બમ્પર આવક થતા નવી આવક બંધ કરવાની ફરજ પડી છે.

જસણો ની ભારી થી યાર્ડ ઊભરાયું
જસણો ની ભારી થી યાર્ડ ઊભરાયું

હાપા માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં 6000 ભારી મરચાની આવક થઈ છે. બમ્પર આવકના કારણે યાર્ડમાં મરચા રાખવાની જગ્યા ખૂટી પડી હતી. જેના કારણે માલની હરાજી ના થાય ત્યાં સુધી નવી આવક બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.

હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાનો ભાવ 1000 થી 2900 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે ચણાનો ભાવ 850થી 950 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં ધાણાની પણ આજે 5000 ગુણીની બમ્પર આવક થઈ હતી. ધાણાનો ભાવ 900 થી 2500 રૂપિયાનો બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...