ધો.12ની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ:જામનગરની જીએસ મહેતા કન્યા વિદ્યાલયના સેન્ટરમાં એક વિદ્યાર્થિની ગાઈડમાંથી કોપી કરતા પકડાઈ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હાલ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ સામે આવ્યો છે. જીએસ મહેતા કન્યા વિદ્યાલયના સેન્ટરમાં એક વિદ્યાર્થિની ગાઈડમાંથી કોપી કરતા પકડાઈ હતી. ધોરણ બારમાંના ભૂગોળના પેપરમાં કોપી કેસ સામે આવ્યો હતો. પરીક્ષા સંચાલક ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભૂગોળ વિષયના પેપરમાં ચોરી કરતા ઝડપાઈ
જામનગરની GS મહેતા કન્યા વિદ્યાલયમાં શુક્રવારે બપોરના સમયે ભૂગોળનાં ધોરણ12નાં પ્રશ્નપત્ર દરમિયાન એક છાત્રા બેઠક અપેક્ષિતમાંથી જવાબો લખતી ઝડપાઈ ગઈ હતી. જામનગરમાં ચાલી રહેલી ધોરણ 12 ની પરીક્ષામાં કેન્દ્ર નંબર 691ના બિલ્ડીંગ નંબર-1 જીએસ મહેતા કન્યા વિદ્યાલયમાં ભૂગોળના વિષયમાં એક કેસ સામે આવ્યો છે. ઉપરોક્ત પરીક્ષા ખંડમાં ધોરણ 12 ની વિદ્યાર્થિની ભૂગોળના વિષયની અપેક્ષિતમાંથી પેપર લખતા ખંડ નિરીક્ષણ મીનાક્ષીબેન પટેલના હાથે પકડાઈ હતી. જેથી તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોપીનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...