23 ફૂટ લાંબી માર્કર પેન!:જામનગરના 'એઈટ વન્ડર્સ' ગ્રુપે જમ્બો પેનથી ભગવાન ગણેશજીની પ્રતિકૃતિ બનાવી, વિશ્વની સૌથી મોટી પેનના રેકોર્ડ માટે દાવો કરાયો

જામનગર24 દિવસ પહેલા
  • આ પહેલા જામનગરનું આ ગ્રુપ આઠ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યું છે

જામનગરમાં અલગ અલગ વસ્તુઓ બનાવી અત્યાર સુધીમાં 8 ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂકેલા એઈટ વન્ડર્સ ગુર્પ દ્વારા નવમો રેકોર્ડ નોંધાવવા પ્રયાસ હાથ ધરાયો છે. ગ્રુપ દ્રાર 24 કલાકમાં વિશ્વની સૌથી મોટી 23 ફૂટની માર્કર પેન બનાવ્યાનો દાવો કરાયો છે. ગ્રુપના સભ્યોએ જમ્બો માર્કર પેનથી ભગવાન ગણેશજીની પ્રતિકૃતિ બનાવી હતી.

દેશમાં સાક્ષરતા વધે તે માટેનો પ્રયાસ
જામનગરનું એઈટ વન્ડર્સ ગ્રુપ દર ગણેશોત્સવમાં કંઈક નવું કરવા પ્રેરાયેલું છે. દેશમાં સાક્ષરતા દર વધે તે હેતુથી આ વર્ષે ગ્રુપના સભ્યોએ વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવવાનો નિર્ણય કર્યો અને 24 કલાકમાં જ 23 ફૂટ લાંબી અને અઢી ઈંચની માર્કર પેનનું નિર્માણ કર્યુ હોવાનો દાવો કર્યો છે. ગ્રુપના સભ્યો દ્વારા ગણેશ પંડાલમાં આ જમ્બો પેન રાખવામાં આવી હતી અને ભગાવન ગણેશજીની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી હતી.

જમ્બો માર્કર પેન બનાવવા આટલી વસ્તુઓનો ઉપયોગ
23 ફૂટ લાંબી માર્કર પેન બનાવવા માટે ABS પ્લાસ્ટિક, ઊન, ગરમ કાપડ, લાલ કલરની શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એઈટ વન્ડર્સ ગ્રુપના નામે આઠ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
જામનગરના બેડી ગેઈટ પાસે ઉજવાતા દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં દર વર્ષે એઈટ વન્ડર્સ ગ્રુપ કોઈ ને કોઈ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો પ્રયાસ કરે છે. આ ગ્રુપ આ પહેલાં આઠ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યું છે.

વર્ષવર્લ્ડ રેકોર્ડ
2012145 કિલોની ભાખરી
201311,111 લાડુ
201451.6 ફૂટની અગરબત્તી
201486 ફૂટ લાંબી મોટર સાઇકલ
201411 ફૂટ લાંબી વાંસળી
2015256 સ્કવેર મીટરનું થમ્બ પેઈન્ટિંગ
201541 ફૂટ 10 ઈંચની લાર્જેસ્ટ ટ્રોફી
20171771 કિલોનો સાત ધાનનો ખીચડો
અન્ય સમાચારો પણ છે...