પરિવાર પર વજ્રઘાત:હરિ૫ર પાસે સ્વિમિંગ પુલમાં ન્હાવા જતાં જામનગરનો યુવક ડુબી ગયો, અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાલણસર ગામે નિંદ્રાધીન તરૂણને ઝેરી જનાવર કરડતા મૃત્યુ

લાલપુર તાલુકાના હરિપર ગામ નજીક સ્વીમીંગ પુલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજયું છે. યુવાનના અણઘાર્યા મોતથી પરિવાર પર વ્રજઘાત થયો છે. અન્ય બનાવમાં જાલણસર ગામે નિંદ્રાધીન તરૂણને ઝેરી જનાવર કરડતા મૃત્યુ નિપજયું છે. પોલીસે બંને બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા બાયપાસ નજીકના ઠેબા ગામની ચોકડી પાસે વસવાટ કરતાં પ્રવીણભાઈ રામભાઈ પરમારનો 21 વર્ષનો પુત્ર દીપક શુક્રવારે લાલપુર નજીકના હરિપર ગામ પાસે આવેલા પેટ્રોલપંપ પાછળના સ્વીમીંગ પુલમાં ન્હાવા પડયો હતો.

પરંતુ દીપક પુલમાં ડુબી જતાં તેનું મૃત્યુ નિપજયું હતું. અા ઘટનાથી મૃતક યુવકના પરિવાર અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઇ જવા પામી છે. બનાવ અંગે લાલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પિતા પ્રવીણભાઈનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. અન્ય બનાવમાં કાલાવડ તાલુકાના જાલણસર ગામના રેખાબેન હરિભાઈ ખાંટનો 15 વર્ષનો પુત્ર પવન ગત મંગળવારની રાત્રે પોતાના ખેતરમાં જમીન પર સૂતો હતો.

આ દરમ્યાન તેને વહેલી સવારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ શુક્વારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...