મરચાની તીખાશ વધી:જામનગર યાર્ડમાં ગોંડલના મરચાના રેકર્ડબ્રેક રૂા.10,000 ભાવ બોલાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ ઉપજ્યા

ગોંડલના મરચાના જામનગર યાર્ડમાં રેકર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા હતાં. યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ છે. તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના રૂ.6400 ભાવ ઉપજયા હતાં. જામનગર યાર્ડમાં નવી જણસની આવકના કારણે ખેડૂતોને ઉંચા ભાવ મળી રહ્યા છે.

શનિવારે ગોંડલના કોળીથળ ગામના ખેડૂત કાળુભાઇ સાવલીયા લાલ મરચાની 3 ભારી લઇને આવ્યા હતાં. હરરાજીમાં તેઓને 20 કીલો મરચાના ભાવ રૂ.10000 ઉપજયા હતાં. જામનગર યાર્ડના ઇતિહાસમાં લાલ મરચાના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રહ્યા હતાં. એક દિવસમાં 37319 મણ જણસ આવી હતી.

મરચાના જામનગર યાર્ડમાં રેકર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા
જેમાં બાજરી 74, ધઉં 255, અડદની 123, તુવેરની 364, ચણાની 1022, મગફળીની 5171, અરેંડાની 322, રાયડાની 388, લસણની 7041, કપાસની 14613, અજમાની 3840, અજમાની ભુસીની 2859, સૂકા મરચાની 747 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ઘઉંના રૂ.500-585, મગના રૂ.1100, અડદના રૂ.1000-1430, તુવેરના રૂ.965-1470, ચણાના રૂ.850-961, મગફળીના રૂ.1100-1305, અરેંડાના રૂ.1384-1391, રાયડાના રૂ.1100-1121, લસણના રૂ.150-860, કપાસના રૂ.1550-1810, જીરૂના રૂ.2300-4570, ધાણાના રૂ.1200-1421, ગુવારના રૂ.1050-1145, સોયાબીનના રૂ.960-1065 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...