કોર્ટનો હુકમ:જામનગરની મહિલાને ચેક પરત કેસમાં 6 માસની સજા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચેકની બમણી રકમનો દંડ ફટકારતી અદાલત

જામનગરના એક મહિલાએ હાથ ઉછીની લીધેલી રૂ.35000ની રકમ પરત ચૂકવવા આપેલો ચેક બેન્કમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી મહિલાને છ મહિનાની કેદની સજા તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલા ગોમતીપુર નજીકની કડિયા જ્ઞાતિની વાડી પાસે વસવાટ કરતા વર્ષાબેન ભાવેશભાઈ નાનાણીએ આર્થિક જરૂરિયાત ઊભી થતાં ચૌહાણ ફળીની શેરી નં.3 માં રહેતા જીતેન્દ્ર હરીભાઇ મકવાણા પાસેથી રૂ.35000 હાથઉછીના લીધા હતા. તે રકમ પરત ચૂકવવા માટે વર્ષાબેને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફરતા જીતેન્દ્ર મકવાણાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદી તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવા, જુબાની વગેરે ધ્યાને લઇ આરોપી મહિલા વર્ષાબેનને તકસીરવાન ઠરાવ્યા પછી છ મહિનાની કેદની સજા અને ચેકથી બમણી રકમ એટલે કે રૂ. 70 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ આરોપીએ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવી તેઓ આદેશ કરવામાં આવ્યો છે. સજાના હુકમ વખતે આરોપી મહિલા અદાલતમાં હાજર ન હોય વોરન્ટ કાઢવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...