ઉષ્ણતામાન:જામનગર બફાઇ ગયું

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અસહ્ય ઉકળાટથી જનજીવન આકુળ વ્યાકુળ

બુધવારે તિવ્ર ગરમી બાદ ગુરૂવારે મહતમ તાપમાનમાં આંશિક ઘટાડો થતા પારો 37.5 ડીગ્રીએ પહોચ્યો હતો.જોકે,અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે જનજીવન અકળાયુ હતુ. શહેરમાં બુધવારે કાળઝાળ ગરમી બાદ ગુરૂવારે ગરમીના પ્રકોપમાં આંશિક ઘટાડો થયો હતો.દરીયાકાંઠાળ વિસ્તારના કારણે ભેજનુ પ્રમાણ 71 ટકાએ પહોચ્યુ હતુ. ભેજના ઉંચા પ્રમાણના કારણે અસહ્ય ઉકળાટ અને બફારાનો શહેરીજનોએ સામનો કર્યો હતો.ખાસ કરી બપોરે ધોમધખતા તાપ સાથે ભારે ઉકળાટના કારણે જનજીવન અકળાયુ હતુ. બીજી બાજુ ઘરમાં રહેલા શહેરીજનો પણ ઉકળાટ અને બફારાના કારણે ત્રસ્ત બન્યા હતા. બફારા અને ઉકળાટથી જનજીવન પ્રભાવીત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...