તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની ભયાનકતા:જામનગરમાં કોરોના દર્દીઓ માટે અગાઉ રોજના 3 હજાર લીટર ઓક્સિજન વપરાતો,હવે, દરરોજ 16,000 લીટર ઓક્સિજનનો વપરાશ

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ 520 દર્દી ઓક્સિજન પર : 20 લોકોનો સ્ટાફ 24 કલાક ખડેપગે

કોરોના મહામારીએ ગુજરાત આખાને ભરડામાં લીધુ છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી.માં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે ઉમટી રહ્યા છે ત્યારે હોસ્પિટલ તંત્ર માટે ધસારાને પહોંચી વળવું એક પડકાર બન્યો છે ત્યારે પાછળના દરવાજે કોરોનાના દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાતું ઓક્સિજન 24 કલાક પૂરું પાડવા માટે જી.જી. હોસ્પિટલના 20 જણાનો સ્ટાફ ડો. વંદનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સતત ફરજ બજાવી રહ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કર્યા બાદ તમામ ખાટલાઓ પર ઓક્સિજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. અહીં માત્ર જામનગર જિલ્લાના જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવી રહ્યા છે ત્યારે એક સમયે સાવ ઓછું થઈ ગયેલું ઓક્સિજનની જરૂરિયાત બુધવારે 16 હજાર લીટર સુધી પહોંચી ગઈ છે. એનેસ્થેસિયા વિભાગના વડા ડો. વંદનાબેન ત્રિવેદીને ઓક્સિજન દર્દીઓને અવિરત મળી રહે તે માટેની કામગીરી સોંપવામાં આવી છે જે તે 20 લોકો સાથે સતત 24 કલાક પૂરી પાડી રહ્યા છે. ઓક્સિજનના ટ્રકો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે જે ગમે તે સમયે રાત્રિના આવે ત્યારે તેને ટેન્કમાં ભરી અને ઓક્સિજન એક સેકન્ડ માટે પણ બંધ ન રહે તે કરવાની કામગીરી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

કોરોના મંદ પડ્યો ત્યારની સરખામણીએ અત્યારે 5 ગણો વધુ ઓક્સિજન વપરાય છે
શહેરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાનો એક કપરો કાળ પાર પાડ્યો છે જેમાં ઓક્સિજન 14થી 15 હજાર લીટર સુધી પહોંચ્યું હતું પરંતુ બીજા કોરોનાની લહેરમાં તો ઓક્સિજનની જરૂરિયાત હવે 16 હજાર લીટર સુધી પહોંચી ગઈ છે. એક સમયે કોરોના સાવ મંદ પડી ગયો હતો ત્યારે ફક્ત 3 હજાર લીટરની જરૂરિયાત પડતી હતી એમ કાેવિડ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યંુ હતું.

37 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા છે
જી.જી. હોસ્પિટલમાં હાલ દૈનિક 16 હજાર લીટર ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે. જી.જી. હોસ્પિટલ પાસે 37 હજાર લીટરની ક્ષમતાનું ઓક્સિજન પૂરું પાડવાની કેપેસીટી છે. સતત 20 કર્મચારીઓ આ કામગીરીની દેખરેખ કરીને ઓક્સિજન એક સેકન્ડ માટે પણ બંધ ન રહે તે માટે ખડેપગે રહે છે.> ડો. વંદનાબેન ત્રિવેદી, હેડ એનેસ્થેસિયા વિભાગ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

દર્દીઓનો ધસારો વધતા ખાટલા ખૂટી પડ્યા,જામનગરની કોવિડ હોસ્પિટલમાં યુધ્ધના ધાેરણે નવા બેડ મંગાવાયા
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ભારે માત્રામાં આવી રહ્યાં છે. એટલા બધા દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે કે સરકારી હોસ્પિટલમાં ખાટલા ખૂટી રહ્યાં છે. આથી શહેરની અન્ય હોસ્પિટલમાંથી બેડ મંગાવાઈ રહ્યાં છે. જે અન્વયે એક ટ્રક ભરીને બેડનો જથ્થો જી.જી. હોસ્પિટલમાં આવ્યો હતો. આ કામગીરી આસિ. કમિશ્નર ડો. ડાંગરની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો