તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:જામનગરે ઓક્સિજનનું મહત્વ સમજી લીધુ, શહેરમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઈએનએસ વાલસુરા - Divya Bhaskar
આઈએનએસ વાલસુરા
  • ‘પ્રકૃતિ છે તો આપણે છીએ’ સિધ્ધાંતને મૂર્તિમંત કરવા માટે દરેક પ્રસંગે છોડ રોપવા લોકોને અનુરોધ

કોરોના મહામારીએ ઓક્સિજનનું મહત્વ સમજાવતા જામનગરમાં શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું હતું. પ્રકૃતિ છે તો આપણે છીએ સિદ્ધાંતને મૂર્તિમંત કરવા અને વૃક્ષને વાસુદેવ માની દરેક પ્રસંગે રોપવા લોકોને અનુરોધ કરાયો હતો.

નવાનગર હાઈસ્કૂલ
નવાનગર હાઈસ્કૂલ
ટાઉન હોલ
ટાઉન હોલ
સ્વામિનારાયણ ગુરૂકુળ
સ્વામિનારાયણ ગુરૂકુળ
ખંભાળિયા હોસ્પિટલ
ખંભાળિયા હોસ્પિટલ
108 એમ્બ્યુલન્સની ટીમ
108 એમ્બ્યુલન્સની ટીમ

આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા અને વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ખાતે, નવાનગર સરકારી હાઇસ્કુલ, નવાનગર નેચર કલબ દ્વારા ઠેબા ચોકડી નજીક નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે, મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર તથા વિવિધલક્ષી મહિલા તાલીમ કેન્દ્રો, શહેરની જી. જી. હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ, ફોરેસ્ટ ડિવિઝન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ હતું જેમાં કૃષિમંત્રી આર. સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના નિવાસસ્થાને 27 નક્ષત્રરૂપી 27 ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી નક્ષત્ર વાટિકાનું નિર્માણ કર્યું છે. આ નક્ષત્ર વાટિકામાં અર્જુન, આંકડો, વાંસ, ખીજડો, કદંબ, અરડૂસી જેવા ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત જામનગર અાઈએનએસ વાલસુરામાં જુદી-જુદી પ્રજાતિના 450 રોપા અને 300થી વુધ વૃક્ષ, 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા દરેક લોકેશન પર તથા ખંભાળિયાની સરકારી હોસ્પિટલના પટાંગણમાં પણ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...