SOGના દરોડા:જામનગરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપી જેલ હવાલે, પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડવા સઘન ઝુંબેશ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના એસ.ટી.ડેપોની સામે એપાર્ટમેન્ટ પાસે ડ્રગ્સનું વેંચાણ કરતાં બે શખસોને 20.4 ગ્રામ એમ.ડી. પાવડર સાથે ઝડપી લઈને 3 દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા છે. શહેરના એસ.ટી.ડેપો સામે, યોગેશ્વર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં બે શખસો ડ્રગ્સનું વેચાણ કરતાં હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતાં મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રૂમી અને રીઝવાન મહમદભાઈ કોરેજાને ઝડપી લીધા હતાં.

તેના કબ્જામાંથી રૂા.2.04 લાખની કિંમતનું 20.4 ગ્રામ એમ.ડી.પાવડર (ડ્રગ્સ) તેમજ 2 મોબાઈલ ફોન, એક નાનો સેલવાળો પોકેટ વજન કાંટો, બાઈક મળીને કુલ રૂા.2,04,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પુછપરછ કરતાં આ ડ્રગ્સ જામનગરના કામીલ રઝા નેતરે સપ્લાય કર્યો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યા હતો. જે બાદ કોર્ટમાં રજુ કરીને 3 દિવસના રિમાન્ડ પર લઈને પુછપરછ કરી હતી.

રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં 2 કરીને જેલ હવાલે કરાયા છ. જ્યારે સપ્લાયર કામીલ રઝાની સઘના શોધખોળ કરવામાં આવી રહી છે અને કામીલ સાથે અનેક લોકો સંડોવાયેલ હોવાનું સામે આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મેફેડ્રોન સાથે ઝડપાયેલ બંને શખસોને જેલ હવાલે કર્યા છે તેમજ 20.4 ગ્રામ ડ્રગ્સ, પોકેટ વજન કાંટો તથા બાઈક પોલીસે કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...